વલસાડ : સિંગર વૈશાલી હત્યા કેસમાં થયો મોટો ખુલાસો, અધધધધધ લાખમાં આપી હત્યાની સોપારી

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે, ત્યારે થોડા દિવસ પહેલા વલસાડમાં થયેલી સિંગર વૈશાલી બલસારાની હત્યા મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. વૈશાલી બલસારાની મિત્ર બબીતા જ મુખ્ય ષડયંત્રકારી હોવાનો દાવો વલસાડ પોલીસ કરી રહી છે. બબીતાએ જ વૈશાલીની હત્યાની સોપારી પ્રોફેશનલ કિલરને આપી હતી. આ માટે આઠ લાખ રૂપિયા પણ નકકી કરવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર, વૈશાલીએ તેની મિત્ર બબીતાને ઉછીના પૈસા આપ્યા હતા. બબીતા આ પૈસા પરત આપવાની આનાકાની કરી રહી હતી.

આખરે પૈસા પરત ન આપવા પડે તે માટે બબીતાએ જ વૈશાલીનો ખેલ ખતમ કરી નાખ્યો હતો.6 ટીમ બનાવી વલસાડ જિલ્લા પોલીસે તમામ પ્રકારના સર્વેલન્સની મદદથી ગુનો ડિટેકટ કર્યો. વૈશાલીની મહિલા મિત્ર જ વૈશાલીના હત્યાની માસ્ટર માઈન્ડ નીકળી. પૈસાની લેતી દેતીને લઇને તેણે આ હત્યા કરાવી હતી. જણાવી દઇએ કે, કથિત આરોપી બબીતાને વૈશાલીએ 25 લાખ રૂપિયા આપ્યા હતા અને આ રૂપિયા વૈશાલી પરત માંગી રહી હતી. ત્યારે બબીતા આ પૈસા આપવા તૈયાર ન હતી

અને વૈશાલીએ જ્યારે પૈસા પરત મેળવવા માટે દબાણ વધાર્યું તો બબીતાએ તેના એક ફેસબુક ફ્રેન્ડને વૈશાલીની હત્યાની સોપારી આપી દીધી. બબીતાએ 8 લાખ રૂપિયામાં વૈશાલીની હત્યા માટે સોપારી આપી હતી. આ મામલે વલસાડ પોલીસે બબીતાની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, સિંગર વૈશાલી બલસારાની કાર પારડીની પાર નદી કિનારે મળી આવી હતી. કારમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

આ મામલે વલસાડના પારડી પોલીસ સ્ટેશનમાં ગત રવિવારે ફોન આવ્યો હતો અને ત્યારે એવી માહિતી અપાઇ હતી કે પારડીની પાર નદી કિનારે એક અજાણી કાર પડી છે. આ કારમાં કોઈ સ્ત્રીનો મૃતદેહ પડ્યો છે. જે બાદ પોલિસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો અને તપાસ કરતા ગાડીની પાછળની સીટ પર મૃતદેહ મળી આવ્યો. જે બાદ તપાસ શરૂ કરવામાં આવી અને હવે આ કેસમાં મોટો ખુલાસો થયો.

જણાવી દઇએ કે, વૈશાલી હાઈપ્રોફાઈલ લાઇફ જીવતી, તેનો પરિવાર કેનેડામાં રહે છે. વૈશાલીના ઘરમાં દારૂની મહેફિલ પણ અગાઉ ઝડપાઈ હતી. 31 ડિસેમ્બરે વલસાડ પોલીસે દરોડો પાડીને દારૂની મહેફિલ માણતા વૈશાલી અને તેના મિત્રોને ઝડપી પાડ્યા હતા. વૈશાલીનો પતિ હિતેશ બલસારા પણ સિંગર છે.

Shah Jina