અભિનેત્રી વૈશાલી ઠક્કરની આત્મહત્યામાં થયો સૌથી મોટો ખુલાસો, કેન્યામાં રહેતા દાંતના ડોક્ટર….જાણો સમગ્ર મામલો

30 વર્ષની ફેમસ ટીવી અભિનેત્રીએ વૈશાલી ઠક્કરે ઈન્દોર સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. તેણે ઘરમાં ગળેફાંસો ખાઈને સુસાઇડ કર્યો હતો. એક્ટ્રેસે સુસાઇડ નોટ પણ લખી છે. પોલીસ અત્યારે આ કેસની તપાસમાં લાગી ગઈ છે. વૈશાલી ‘બિગ બોસ 11’માં પણ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે વૈશાલી ઉજ્જૈનના મહિદપુરની હતી.

નોંધનીય છે કે આ અભિનેત્રીની આત્મહત્યાનો મામલો તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તારના સાંઈ બાગ કોલોનીનો છે. ઘણા વર્ષોથી અભિનેત્રી ઈન્દોરમાં રહેતી હતી. અને ત્યાં જ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ઠક્કરે તેની કારકિર્દીની શરૂઆત સ્ટાર પ્લસની સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી કરી હતી.

આ સીરિયલમાં તેણે સંજનાનું પાત્ર ભજવ્યું હતું, જેના કારણે તેણે ઘણી લોકપ્રિયતા હાંસલ કરી હતી. વૈશાલીના આત્મહત્યાના દુઃખદ ન્યૂઝથી બાદ હિરોઈનના બધા ચાહકો અને મિત્રો આઘાતમાં છે. તેણીએ લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા’થી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આમાં તેણે સંજનાની ભૂમિકા ભજવી હતી.

પછી વૈશાલી ‘યે હૈ આશિકી’ શોમાં પણ જોવા મળી હતી. અભિનેત્રી ‘સસુરાલ સિમર કા’ શોમાં તેના પાત્ર અંજલિ ભારદ્વાજ માટે જાણીતી હતી. તેને ‘સસુરાલ સિમર કા’ શોથી ઘણી લોકપ્રિયતા મળી હતી. આ સિવાય વૈશાલીએ ‘સુપર સિસ્ટર’, ‘મનમોહિની સીઝન 2’માં પણ શાનદાર કામ કર્યું હતું. વૈશાલી છેલ્લે ટીવી શો ‘રક્ષાબંધન’માં જોવા મળી હતી.

વૈશાલીની ગયા વર્ષે જ સગાઈ થઈ હતી. જોકે, થોડાં મહિનામાં જ આ સગાઈ તૂટી ગઈ હતી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. અભિનેત્રીએ 1 મહિનામાં સગાઈ તોડી નાખી હતી. ૨૦૨૧ ના એપ્રિલ મહિનામાં વૈશાલીની સગાઈ થઈ હતી. તેણીએ પોતાની સગાઇનો વીડિયો શેર કરીને લાખો ચાહકોને ખુશખબર આપી છે. અભિનેત્રીની સગાઈ પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં થઈ હતી.

જો કે, સગાઈના એક મહિના પછી જ વૈશાલીએ ડોક્ટર સાથે પોતાની સગાઈ તોડી નાખી અને કહ્યું કે તે હવે તેના મંગેતર સાથે લગ્ન નહીં કરે. લગ્ન ન કરવાના નિર્ણય લીધા કર્યા બાદ વૈશાલીએ તેની સગાઇનો વીડિયો પણ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ડિલીટ કરી દીધો હતો.

વૈશાલીએ આત્મહત્યા કેમ કરી, આ સવાલ દરેકના મનમાં છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.હાલ પોલીસને વૈશાલીની લાશ નજીક એક સુસાઇડ નોટ પણ મળી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઈન્દોરના ACP મોતિઉર રહમાને કહ્યું હતું કે વૈશાલીની ડેડબૉડી પાસેથી સુસાઇડ નોટ મળી છે. આ નોટ વાંચ્યા બાદ એવું લાગી રહ્યું છે કે તેનો એક્સ બોયફ્રેન્ડ તેને હેરાન કરતો હતો.

જે લોકોએ વૈશાલીને હેરાન કરી છે, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.તમને જણાવી દઈએ કે આ રીતે પહેલાં સુશાંત સિંહ રાજપૂત, જિયા ખાન, આસિફ બસરા, કુશલ પંજાબી, પ્રત્યુષા બેનર્જી જેવા ફેમસ સિતારાઓએ પણ આત્મહત્યા કરી હતી.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખુબ જ દુઃખદ ખબર સામે આવે છે. 30 વર્ષીય ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે, આ ઘટના બાદ તેના પરિવાર અને નજીકના મિત્રોમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે, ત્યારે આ મામલામાં એક પછી એક નવા ખુલાસો પણ સામે આવી રહ્યા છે.

વૈશાલીની આત્મહત્યા કરવાનું કારણ સામે આવ્યું તો બધા ચોંકી ગયા. આ દરમિયાન, દરેક વ્યક્તિ અભિનેત્રીના અંગત જીવન વિશે જાણવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે વૈશાલી આ વર્ષે લગ્નના બંધનમાં બંધાવાની છે.

જેની માહિતી અભિનેત્રીના નજીકના મિત્ર વિકાસ સેઠી અને તેની પત્ની જાહ્નવીએ શેર કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાહ્નવીએ ઘટનાના એક દિવસ પહેલા જ વૈશાલી સાથે વાત કરી હતી. આ સાથે જ વૈશાલી ઠક્કરની આત્મહત્યા બાદ પોલીસને મળેલી સુસાઈડ નોટમાં અનેક ખુલાસા થયા છે.

અભિનેત્રીના ઘરેથી તપાસ દરમિયાન પોલીસે નોટની સાથે એક અંગત ડાયરી પણ મળી આવી છે. જેમાં અનેક રહસ્યો છુપાયેલા હતા. તમને જણાવી દઈએ કે પોલીસના જણાવ્યા અનુસાર, સુસાઈડ નોટમાં અભિનેત્રીએ તેના પૂર્વ બોયફ્રેન્ડનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે તે તેને હેરાન કરતો હતો. આ દરમિયાન અભિનેત્રીના નિધન બાદ તેના નજીકના મિત્ર અને અભિનેતા વિકાસ સેઠી અને તેની પત્ની જાહ્નવીએ પણ તેના વિશે મોટો ખુલાસો કર્યો છે.

તેણે કહ્યું છે કે તે લગ્ન કરવા જઈ રહી હતી. આત્મહત્યાના એક દિવસ પહેલા જ તેણે વૈશાલી સાથે ફોન પર વાત કરી હતી. જાહ્નવીએ જણાવ્યું કે વૈશાલીએ તેને આર્થિક મદદ માટે ફોન કર્યો હતો. જાહ્નવીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વૈશાલીએ તેને કહ્યું હતું કે તે દિવાળી પછી તેના લગ્નની ખરીદી માટે મુંબઈ આવવાની છે.

તેણે જાહ્નવી અને વિકાસ સાથે રહેવાનો પ્લાન બનાવ્યો હતો. આ પછી જાહ્નવીએ જણાવ્યું કે વૈશાલીએ કહ્યું હતું કે અમે ફરવા જઈશું અને બાળકોને પણ લઈ જઈશું. આટલું જ નહીં, તે જેની સાથે લગ્ન કરવા જઈ રહી હતી તે મિતેશે મને 5 મહિના પહેલા આ અંગે જણાવ્યું હતું. જ્યારે મેં તેમની સાથે વિડિયો કૉલ પર વાતચીત કરી ત્યારે પણ તેઓ ખૂબ જ સમજદાર અને સ્વીટ લાગ્યા.

આગળ, વિકાસ સેઠીએ જણાવ્યું કે જાન્હવી આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાની યોજના બનાવી રહી હતી. બંને પરિવાર જલ્દી જ લગ્નની તારીખ નક્કી કરવાના હતા. શુક્રવારે જ્યારે મેં વૈશાલી સાથે વાત કરી તો તેણે કહ્યું હતું કે બધું બરાબર ચાલી રહ્યું છે. તેણીએ એમ પણ કહ્યું હતું કે તે અમારી સાથે ખરીદી કરવા જશે અને પછી એક પાર્ટીનું આયોજન કરશે. તેથી જ તેમના મોતના સમાચારે અમને હચમચાવી દીધા છે. જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે મને લાગ્યું કે તે નકલી છે. પછી જાહ્નવીને વૈશાલીને ફોન કરવા કહ્યું. પરંતુ, વૈશાલીનો ફોન ઉપડ્યો ન હતો.

YC