શિવ મંદિર પર તંત્રએ ચલાવ્યુ બુલડોઝર પણ મહાદેવની મૂર્તિ હટાવવામાં છૂટી ગયો પરસેવો, બતાવ્યો એવો પરચો કે…

કેજો હર હર મહાદેવ: રાત્રે શિવ મંદિર પર ચાલ્યું બુલડોઝર, મહાદેવની મૂર્તિ હટાવવામાં તંત્રને ભીંસ પડી ગઈ પછી એવો ચમત્કાર થયો કે…

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર ભગવાન કે માતાજીના એવા એવા પરચાની વાત સામે આવે છે કે સાંભળી અથવા જોઇ આપણે પણ હેરાન રહી જઇએ. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો. બિહાર સરકારની જમીનપર અતિક્રમણ કરી બનાવવામાં આવેલ મંદિરને તોડવા માટે પ્રશાસન પહોંચ્યુ હતુ અને તેણે લોકોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. કલાકોની મશક્કત બાદ આખરે મોડી રાત્રે બુલડોઝર ચાલ્યુ પણ મંદિરમાં સ્થાપિત ભગવાનની પ્રતિમાને હટાવવામાં પ્રશાસનનો પરસેવો છૂટી ગયો.

કઇ રીતે પંડિતજીને બોલાવી ભગવાનને પોલિસે મંદિરમાં હટાવ્યા અને પોલિસ કબ્જામાં લઇ ચાલી ગઇ. જણાવીએ કે, વૈશાલીના ભગવાનપુર પોલિસ સ્ટેશન ક્ષેત્રના રહસા પૂર્વી ગામમાં બિહાર સરકારની ભૂમિ પર બનેલ મંદિરને ગૌરૌલ સીઓ અને બીડીઓએ ભારે પોલિસ બળની હાજરીમાં હટાવ્યુ અને રસ્તાને અતિક્રમણ મુક્ત કરાવ્યો. એવું કહેવામાં આવી રહ્યુ છે કે રસ્તા પર અતિક્રમણની ફરિયાદ ગામના જ એક વ્યક્તિએ લોક ફરિયાદમાં કરી હતી.

જાણકારી અનુસાર, ગામના એક વ્યક્તિએ લોક ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે સરકારી રસ્તા પર મંદિર બનાવવામાં આવ્યુ છે અને આનાથી લોકોને આવવા-જવામાં પરેશાની થઇ રહી છે. લોક ફરિયાદનો આ મામલો હાઇકોર્ટમાં પણ ગયો, જ્યાં રસ્તાને અતિક્રમણ મુક્ત કરવાનો આદેશ મળ્યો. આ આદેશના આલોકમાં પ્રશાસનની ટીમ અતિક્રમણ હટાવવા પહોંચી હતી.

અતિક્રમણ હટાવવા પહોંચેલી પ્રશાસનની ટીમ તે સમયે પરેશાનીમાં પડી જ્યારે મંદિરમાંથૂ મૂર્તિ હટવા તૈયાર ન થઇ. પોતે પોલિસવાળા પર મંદિરમાંથી ભગવાનને હટાવવાનું પાપ લેવા નહોતા માગતા, આ સાથે લોકો પણ વિરોધ કરી રહ્યા હતા. જો કે, બાદમાં પ્રશાસને મંદિરમાંથી ભગવાન શંકરની મૂર્તિને પૂરા વિધિ-વિધાન સાથે પૂજા અર્ચનાથી હટાવી અને મૂર્તિને બીજે શિફ્ટ કરવાની વાત કહી, તે બાદ લોકોનો ગુસ્સો શાંત થયો.

Shah Jina