દિલધડક સ્ટોરી નારી વિશે રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન

“કુદરતની આ તે કેવી બલિહારી. એક તરફ આસું તો એક તરફ ખુશી” વાંચો એક દીકરીની હૃદયસ્પર્શી વાર્તા “વહુ દીકરી બની ગઈ”

અને એ આઘાત પછી એક વહુ દીકરી બની ગઇ..

Image Source

એક સુંદર મજાનો સંસ્કારી અને પૈસે ટકે સુખી પરિવાર હતો. રમણીક લાલ અને મધુબેન પરિવારમા એક નો એક દીકરો હતો આદિત્ય. તેને હમણા જ મેડિકલ નો અભ્યાસ પૂરો કર્યો હતો અને તેનું ડૉક્ટર બનવાનું સપનું હતું.. તે રમણીકલાલ એ પૂરું કર્યું. અત્યારે તે પોતાનું ક્લિનિક ખોલીને ખુબ જ પ્રામાણિકતાથી પોતાનું કાર્ય કરતો હતો. એનો સ્વભાવ ખુબ જ લાગણીભર્યો અને સેવાભાવી હતો તેથી દરેક લોકો તેમનું દુઃખ લઈને તેની પાસે આવતા અને હસતા મોઢે પાછા ફરતા અને તેને આશીર્વાદ આપતા. ક્યારેક તો તે ગરીબ લોકોના પૈસા પણ ના લે અને સેવા કરે એની આ વાત આખા સમાજ ને ખબર હતી.

Image Source

તે યુવાન હતો અને લગ્નોત્સુક હતો, દેખાવમા સોહામણો લાગતો આદિત્ય સ્વભાવ મા પણ સરળ અને ભણેલો ગણેલો યુવાન હતો તેથી તેના માટે સગાઇની ઘણી વાતો આવતી પણ આદિત્યના દિલ ને સ્પર્શે તેવી કોડીલી કન્યા હજુ સુધી મળી નહોતી. હવે રમણીકલાલ અને મધુબેન રોજ આદિત્યને સમજાવતા કે બેટા હવે અમારી ઉંમર થઇ તું ક્યાંક ગોઠવાઈ જાય તો સારુ રહેશે અને અચાનક જ મનસુખલાલ અને નીતા બેનની એકની એક વહાલસોયી દીકરી પ્રેક્ષા ની વાત આદિત્ય માટે આવી.

Image Source

પ્રેક્ષા ખુજ જ સુંદર અને સુશીલ હતી. તે પણ દાંતની ડોક્ટર હતી અને તેનુ પણ નાનું એવું ક્લિનિક હતું અને તેના સપના પણ આદિત્ય જેવા જ ઊંચા હતા. લોકોની સેવા કરવી અને માતા પિતાનું નામ રોશન કરવાનું. બસ પછી તો વિધાતાના લેખ આગળ કોઈનું શું ચાલે.

Image Source

બને કુટુંબ એક બીજાને મળ્યા અને આદિત્ય અને પ્રેક્ષાને પણ એક બીજા સાથે વાત કરાવી અને લગ્ન ગોઠવાઈ ગયા. લગ્ન અને સગાઇ વચ્ચેનો સુમધુર સમય તોય સોના જેવો લાગે અને પછી તો ચાલુ થયો સરસ મજાનો એ સમય બંને એક બીજા ને ઈચ્છા થાય ત્યારે મળવા લાગ્યા અને ફોન અને સંદેશની આપ લે થી તેઓ એક બીજાની વધુ નજીક આવી ગયા. બસ હવે લગ્નને થોડા જ દિવસો દૂર રહ્યા લગ્નની તૈયારી પૂરજોશમા ચાલવા લાગી. કપડાં અને દાગીનાથી માંડીને કરિયાવર અને મામેરા સુધીનો ખરીદી બંને પરિવારો એ ઉત્સાહભેર શુરુ કરી અને બસ હવે લગ્ન ના ગણતરી ના જ દિવસો બાકી રહ્યા અને હવે આદિત્ય અને પ્રેક્ષાનું દિલ વધુ જોર થી ધડકવા લાગ્યું.

Image Source

હવે બને હૃદયને આખી જિંદગી સુધી એક થવાનું છે તેવા સપના બને જોવા લાગ્યા અને રાતો ની ઉંઘ પણ ઉડવા લાગી. અને અંતે એ દિવસ આવી ગયો અને પ્રેક્ષા દુલ્હન બની અને સોળે શણગાર સજીને આદિત્યની રાહ જોવા લાગી. આદિત્ય પણ આંખોમા લાખો સપના ભરીને પ્રેક્ષાને પોતાની બનાવવા સજ્જ થઇ ગયો. આજે બને દિલોને એક થવાનું છે તે વિચારી બધા જ બહુ ખુશ થયાં અને લગ્ન મંડપમા બને ના હાથોનું મિલન થયુ અને હસ્તમેળાપ થયો. બને પરિવારની આંખોમા હરખના આસું સમાતા નહોતા. અને મધુબેન ખુબજ પ્રેમથી પોતાની લાડકી વહુ પ્રેક્ષાને ઘરે લાવ્યા. ઘર મા વહુના આવવાથી રોનક લાગતી હતી. મધુરજનીની રાત્રે બને એક બીજા ને સાથે જીવવા મારવાના કોલ આપ્યા. અને બને શરીર અને હૃદયનું સુખદ મિલન થયુ.

Image Source

પછી તો પ્રેક્ષા અને આદિત્યનો પ્રેમ ધીરે ધીરે વધવા લાગ્યો. બનેને એક બીજાની આદત પડવા લાગી.. ક્લિનિક પણ બને એ ભેગું જ કરી દીધું અને તેઓ ગરીબોની દિલથી સેવા કરતા. મધુબેન અને રમણીકલાલ તો દીકરા અને વહુની ખુશી જોઈ જ રહ્યા પણ કહેવાય છે ને ખુશીઓ બસ થોડા સમય ની જ મેહમાન હોય છે સુખ પછી દુઃખનું આવવું એ નક્કી જ હોય છે. લગ્ન ના છ મહિના પછી આદિત્યને કામ થી બહાર જવું પડ્યું.. કામ ખુબ જ જરુરી હતું એટલે તે એકલો જ પોતાના બીજા ડૉક્ટર મિત્રો સાથે ગયેલો. 3 દિવસના કામ પછી આદિત્ય ઘરે પાછો ફરતો હતો. રાત ખુબ જ અંધારી હતી અને સુમસાન. રાત ના બે વાગ્યાં હશે. સામેથી એક મોટી ટ્રક આવી અને આદિત્યનો ખુબ જોરદાર અકસ્માત તે ટ્રક સાથે થયો ટ્રક ડ્રાઈવર સ્પીડમા હતો તેને ખબર પડી કે તેના પર કેસ આવી જશે તે ત્યાથી ફરાર થઇ ગયો આમ આ ઘટનાથી આદિત્યને માથાના ભાગમા ખુબ જ ઇજા થઇ અને સમયસર સારવાર ના મળતા ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું. સવાર પડતા જ ત્યાંના સ્થાનિક લોકોએ અકસ્માત જોયો અને આદિત્યની બેગ માથી એનું સરનામું મળ્યું અને લોકો એ એના ઘરે સીધો રમણીકલાલને કોલ કર્યો.

Image Source

તેમના ઉપર તો જાણે આભ તૂટી પડ્યું. તેઓ રડમસ આંખો સાથે કોઈ ને કહ્યા વગર તે જગ્યા એ ગયા અને ત્યાંથી દીકરાની નનામી સાથે ઘરે આવ્યા. ઘરે આવતા જ મધુબેન અને પ્રેક્ષા એ ચિત્તકર કર્યો. મધુબેન તોય દીકરાને જોઈને જ બેભાન થઇ ગયા. પ્રેક્ષાનું તો જાણે સર્વસ્વ લૂંટાઈ ગયું. બધા જ સપના અને પ્રેમ ને ખબર નહિ કોની નજર લાગી ગઇ.. હવે ઘર સુમસામ થઇ ગયું. રમણીકલાલને હવે ચિંતા પ્રેક્ષા ની થવા કે પ્રેક્ષાનું શું થશે? તેની આગળની જિંદગીનું શું? અને તેમને એક દિવસ પ્રેક્ષાને એ વિશે વાત કરી પ્રેક્ષા સંસ્કારી કુટુંબની છોકરી હતી એને જણાવ્યું. કે ફક્ત આદિત્ય સાથે નહિ પણ આખા પરિવાર સાથે લગ્ન કર્યા હતા આપ બને હવે મારાં માતા પિતા છો હું આપની સાથે જ રહીશ. એક દીકરી બની. રમણીકલાલ પોતાની જાતને નસીબદાર માનવા લાગ્યા કે આવી દીકરી મળી. પણ રમણીકલાલએ કહ્યું બેટા અમે છીએ ત્યાં સુધી અમે તને સાચવીશું પછી તારું શું થશે.

Image Source

આમ રમણીકલાલના ઘણું કહેવાથી પ્રેક્ષા ભારે હૃદય એ તૈયાર થઇ. રમણીકલાલ એ છોકરા જોવાનું ચાલુ કર્યું.. તેમના પ્રિય મિત્ર મુકેશ ભાઈનો દીકરો નવીન ખુબ ડાહ્યો હતો તેને પિતા ને વાત કરી કે તે પ્રેક્ષાને અપનાવા તૈયાર છે. આ વાત તેમને રમણીકલાલ ને કરી. રમણીકલાલ તો નવીનને સારી રીતે જાણતા હતા તે ખુબ સારો વ્યક્તિ હતો અને પછી વાત આગળ ચાલી અને પ્રેક્ષા પણ સસરાની ઈચ્છા આગળ નમી ગઇ. અને બને ના ઘડિયા લગ્ન લેવાયા અને અને નવીનમા પ્રેક્ષા આદિત્યને ઝંખવા લાગી. રમણીકલાલને પોતાની વહુને દીકરી માનીને પોતાના હિસ્સા માથી 50 ટકા ભાગ આપ્યો અને ધૂમધામથી પરણાવી અને કન્યાદાન કર્યું.

Image Source

આમ એક પિતાને એક દીકરો અને દીકરી બને મળ્યા અને આમ ઈશ્વરીય કૃપા થી બને એ નવા જીવન ની શુરુઆત કરી.. અને આખરે.. એક વહુ દીકરી બની ગઇ .
Author: સુચિતા ભટ્ટ “કલ્પનાના સૂર” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.