રસોઈ

વઘારેલા રોટલાં ની રેસીપી, શોખીનો માટે સ્પેશિયલ રેસિપી …આજે જ નોંધી લો આ સરળ ને સિમ્પલ રેસિપી……

મિત્રો શિયાળા માં રોટલા ની સિઝન કહેવાય છે. જે શિયાળા માં સેહત પણ બનાંવે છે. પણ સવારે બનાંવેલો રોટલો જો રાતે વધે તો કોઈ ને પણ ભાવતો નથી. તો આજે હું તમને જણાંવીશ કે વધેલા રોટલાં માંથી કેવી રીતે બનાંવી શકાય સ્વાદિષ્ટ વાનગી. ચાલો જાણી એ….

સામગ્રી

 • રોટલાં
 • આદુ મરચાં ની પેસ્ટ – ૨ ટી સ્પૂન
 • લસણ ની પેસ્ટ – જરુર મુજબ
 • તેલ – વઘાર માટે
 • જીરુ – વઘાર માટે
 • રાઈ – વઘાર માટે
 • મીઠો લીમડો – વઘાર માટે
 • હળદર – સ્વાદાનુસાર
 • ધાણાજીરુ – સ્વાદાનુસાર
 • મરચુ – સ્વાદાનુસાર
 • મીઠું – સ્વાદાનુસાર
 • ગરમ મસાલો – સ્વાદાનુસાર
 • તલ – વઘાર માટે

રીત

સૌ પ્રથમ રોટલા નાં નાના પીસ કરો. આ રોટલો તમે તાજો બનાંવેલો પણ વાપરી શકો છો અને સવારનો પણ વાપરી શકો છો. હવે કડાઇ માં તેલ ઉમેરો.

તેમાં રાઈ, જીરુ, તલ અને મીઠો લીમડો ઉમેરો. ત્યારબાદ તેમાં રોટલા નાં પીસ ઉમેરો. ત્યારબાદ તેમાં હળદર, ધાણાજીરુ, મરચું, મીઠું અને ગરમ મસાલો ઉમેરો. અને હલાવો. થોડી વાર એમ જ રહેવા દો.

તો તૈયાર છે વઘારેલો રોટલો. તમને ઈચ્છા હોય તો તમે તેને છાશ માં પણ વઘારી શકો છો.

લેખક – બંસરી પંડ્યા

તો નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી ને બનાવજો આજે જ…

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ