સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયેલી વડોદરાની યુવતી 3 વર્ષથી છે ગુમ, અમેરિકાની FBI ને ફાંફા પડી ગયા

આજના માતા-પિતા પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશોમાં મોકલે છે જેથી તેઓ અભ્યાસની સાથે સાથે જાતે જ પગભર થતા શીખે અને ભણી ગણીને ખુબ આગળ વધે. પણ તાજેતરમાં જ એક એવો રહસ્યમય કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને કોઈપણ માં-બાપ પોતાના બાળકોને વિદેશ મોકલતા પહેલા સો વાર વિચાર કરશે. મૂળ વડોદરાની રહેનારી માયુશી ભગત અમેરિકાના ન્યુજર્સીમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં માસ્ટર કરવા ગઈ હતી.

જ્યાં તે અચાનક જ ત્રણ વર્ષ પહેલા રહસ્યમય રીતે ગુમ થઇ ગઈ હતી. પરિવારે માયુષીને શોધવાના ખૂબ પ્રયાસો કર્યા હતા, પણ સફળતા મળી ન હતી. માયુષીની દાદી વડોદરામાં આજે પણ તેની રાહ જોઈ રહ્યા છે. અમેરિકાની તપાસ એજન્સી FBIએ 3 વર્ષ બાદ મીસિંગ યાદીમાં વેબસાઈટ પર માયુષીનું નામ ચઢાવતા પરિવારે સવાલ ઉઠાવ્યા છે. માયુશીને છેલ્લી વાર 29, એપ્રિલ 2019ની સાંજે ન્યુ જર્સીના પોતાના એપાર્ટમેન્ટની બહાર નીકળતા જોવાઆ આવી હતી અને તે સમયે તેણે કલરફુલ પાઇજામો અને કાળા રંગનું ટીશર્ટ પહેર્યું હતું. જેના બાદ તે ગમ થઇ ગઈ હતી. માયુશીના પરિવારે 2019માં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

વડોદરાના ઓમનગર ખાતે રહેતા વિકાસભાઈ ભગતની દીકરી માયુષી વાઘોડિયાએ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ પારુલ યુનિવર્સિટીમાં ડિપ્લોમા કર્યું હતું. જેના પછી વડોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ખાતે ડીગ્રી મેળવી હતી. વધુ ભણવા માટે તે વર્ષ-2016માં અમેરિકા ગઈ હતી. માયુષી સ્ટુડન્ટ વિઝા મેળવી અમેરિકાના ન્યુજર્સીમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં માસ્ટર કરવા ગઈ હતી. જયા ડિસેમ્બર 2016માં ન્યૂયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ખાતે એડમિશન લીધું હતું. અભ્યાસ કાળ દરમિયાન અમેરિકા ગયા પછી માયુષી બે વખત વડોદરા પોતાના પરિવારની મુલાકાતે આવી હતી.

વડોદરામાં રહેતા તેના પિતા વિકાસ ભગત અને માયુશીની માતા દિપ્તીબેન ગત વર્ષે જ અમેરિકામાં સ્થાઈ થયા છે અને વિકાસ ભગત વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતા હતા અને તેમનું કહેવુ છે કે, તેમણે જર્સી સિટી પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને કહ્યું હતું કે, તેમણે છેલ્લે વોટ્સએપ પર માયુષી સાથે વાત કરી હતી. જ્યારે તેમણે વાત કરી હતી, ત્યારે તેમની દીકરી એકદમ સ્વસ્થ હતી. પણ 3 મે બાદ તે ઘરે પરત આવી ન હતી. વિકાસ ભગતનો દીકરો પણ અમેરિકામાં જ સ્થાઈ છે.

એફબીઆઈના ઈન ચાર્જ સ્પેશયલ એજન્ટ જેમ્સ ડેન્નીએ જણાવ્યું કે, એફબીઆઈના નેવાર્ક ડિવિઝનને માયુશીને પોતાની ‘લાપત્તા લોકો’ની યાદીમાં સામેલ કરી છે. તે અંગ્રેજી, હિંદી અને ઉર્દુ ભાષા જાણે છે. તેના મિત્રો ન્યૂ જર્સીના સાઉથ પ્લેઈનફિલ્ડમાં છે. એફબીઆઈએ દ્વારા માયુશી અંગે કોઈને માહિતી હોય તો સ્થાનિક એફબીઆઈ ઓફિસ કે નજીકની અમેરિકન એમ્બેસી કે કોન્સ્યુલેટમાં જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે. જેંને લઇને પરિવારજનોને પણ આશા બંધાઇ છે.ત્યારે સરકાર માયુષીને શોધવામાં મદદ કરે તેવી માયુષીના દાદી સરકાર સમક્ષ વિનંતી કરી રહ્યા છે.

Krishna Patel