ખબર

વડોદરામાં રીટા પટેલ નામની મહિલા ચલાવતી હતી કુટણખાનું, પોલીસે રેડ પડી અને અંદર જોયું તો બેશરમ યુવતીઓ

ગુજરાતમાં ઘણીવાર એવા સમાચાર સાંભળવા મળતા હોય છે કે પોલિસે દરોડા પાડી કુટણખાનું ઝડપી પાડ્યુ છે. ઘણીવાર સ્પાની આડમાં ચાલતા દેહવિક્રયના વેપારનો પર્દાફાશ થતો હોય છે ઘણીવાર એવી રીતે આ વેપાર થતો હોવાનું જણાઇ આવે છે જે સાંભળી હેરાન રહી જવાય છે. હાલ ગુજરાતની સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં કુટણખાનું ઝડપાયુ છે, જેને પગલે ચકચાર મચી જવા પામી છે.

PCB શાખાએ દરોડો પાડી 7 કોલગર્લ એટલે કે રૂપલલના અને 3 ગ્રાહકોને ઝડપી પાડ્યા છે. તપાસમાં એવી માહિતી સામે આવી છે કે ગ્રાહકોનું સિલેક્શન ઓનલાઇન કરવામાં આવતુ હતુ. વડોદરાના વાઘોડિયા રોડ પર સનરાઇઝ કોમ્પ્લેક્ષમાં PCB દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને આ દરમિયાન પોલિસ પણ ચોંકી ઉઠી હતી. પોલિસને અહીં કુટણખાનું ચલવતા હોવાની બાતમી મળી, જે આધારે તેમણે કાર્યવાહી કરી હતી. પોલિસે હાલ તો તમામની અટકાયત કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગ્રાહકોનું ઓનલાઇન સિલેક્શન થતુ હતુ અને તમામને ઓનલાઇન જ આકર્ષવામાં આવતા હતા. પોલિસે આ અંગે તપાસ કરી રહી છે કે યુવતિઓને કયાંથી લાવવામાં આવતી અને કયારથી આ ધંધો ચાલતો હતો. હાલ તો આરોપીઓને પાણીગેટ પોલિસને સોંપવામાં આવ્યા છે અને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ કુટણખાનુ ચલાવનાર જે માસ્ટમાઇન્ડ છે તેનું નામ રીટા હોવાનું સામે આવ્યુ છે. ત્યાંથી 7 યુવતિઓ અને 3 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે.