વડોદરામાં મિત્રએ મિત્રની હત્યા કરી, કલ્પના પણ ન કરી શકાય એવો ભયંકર પ્લાન બનાવ્યો, વેબ સિરીઝની સ્ટોરીને ટક્કર આપે એવી કહાની

દક્ષ પટેલની હત્યામાં સૌથી મોટો ખુલાસો, પાક્કા મિત્રએ કલ્પના પણ ન કરી શકાય એવો ભયંકર પ્લાન બનાવ્યો, વેબ સિરીઝની સ્ટોરીને ટક્કર આપે એવી કહાની

ગુજરાતમાંથી હત્યાના અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં અંગત અદાવત, અવૈદ્ય સંબંધ કે પ્રેમ સંબંધ કારણ હોય છે. ત્યારે હાલમાં વડોદરાનો 19 વર્ષિય કોલેજીયન યુવકની હત્યાનો કિસ્સો ઘણો ચર્ચામાં છે. વડોદરામાં 19 વર્ષીય યુવકની કરપીણ હત્યાનો મામલો પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી લીધો છે.

સયાજીગંજ પોલીસ સ્ટેશન પાસે આવેલા અલંકાર ટાવરના બેસમેન્ટમાંથી દક્ષ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો, જે આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને આ મામલે એવું સામે આવ્યુ કે, દક્ષ પટેલની હત્યા કોઇ બીજાએ નહિ પરંતુ તેના ખાસ મિત્રએ જ કરી હતી.

દક્ષ પટેલના મિત્ર પાર્થ કોઠારીએ લવ ટ્રાએન્ગલની આશંકાએ મિત્રને જ મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલિસે શંકાના આધારે પાર્થ કોઠારીની અટકાયત કરી હતી અને કડકાઈથી પૂછપરછ કરતા તેણે કોલેજની મિત્ર સાથેના આડા સબંધની આશંકાએ દક્ષને મોતને ઘાટ ઉતારી દીધું હોવાનું કબૂલ્યુ હતુ. હત્યા કર્યા બાદ પાર્થે ચાકુ અને સેન્ડલ વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધા હતા અને ફરાર થઈ ગયો હતો. વડોદરાનો આ બનાવ કોઈ વેબ સિરીઝથી કમ નથી. તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યુ કે,

મૃતક

હત્યા કરવા તેણે યુટ્યુબ તેમજ વેબ સિરીઝ જોઈ તાલીમ મેળવી હતી. પાર્થે દક્ષને કહ્યુ- ચાલ ઈન્સ્ટાગ્રામ પર તારા અપહરણની સ્ટોરી બનાવીએ અને અપલોડ કરીએ. જે બાદ પાર્થે અપહરણના શૂટિંગના બહાને મૃતક દક્ષ પટેલના હાથ પગ બાંધી દીધા.

પેટમાં ઉપરા છાપરી છરીનાં ઘા ઝીંક્યા. દક્ષ પટેલ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના બી.કોમનો બીજા વર્ષનો વિદ્યાર્થી હતો. ગત સોમવારના રોજ તે ગરબા રમવા નિકળ્યો અને પછી પરત ઘરે ફર્યો નહોતો. જેથી પરિવારે તેની શોધખોળ હાથ ધરી અને

અલંકાર ટાવરના બેઝમેન્ટમાંથી દક્ષના હાથ-પગ બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે બાદ પોલીસે આ મામલે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો અને સીસીટીવી ફુટેજ તપાસ્યા, જેમાં દક્ષનો મિત્ર પાર્થ જોવા મળ્યો હતો. જે બાદ શંકાના આધારે તેની અટકાયત કરવામાં આવી અને પછી કડકાઇથી પૂછપરછમાં તેણે તેનો ગુનો કબૂલી લીધો. પોલીસની આકરી પૂછપરછમાં આરોપી પાર્થ ભાંગી પડ્યો હતો અને તેણે હત્યાની કબૂલાત કરી હતી. જે સાંભળીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી.

Shah Jina