સંસ્કારી દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ બાળકીને જન્મ આપ્યો, પ્રેમજાળમાં ફસાવી સલમાને માણ્યુ હતુ શરીર સુખ
ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મના મામલા સામે આવે છે, જેમાં મહિલાઓ સાથે સાથે યુવતિઓ અને સગીરાઓને પણ નરાધમો દ્વારા હવસનો શિકાર બનાવવામાં આવે છે. ત્યારે હાલમાં વડોદરામાં દુષ્કર્મનો ભોગ બનેલ એક યુવતીએ લગ્ન વિના જ સયાજી હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો હતો. આ મામલે પ્રાપ્ત જાણકારી પ્રમાણે, મકરપુરા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે સલમાન નામના યુવકે મિત્રતા કેળવી અને તેને પ્રેમજાળમાં ફસાવી.

આ પછી તેણે યુવતિની મરજી વિરુદ્ધ શરીર સંબંધ પણ બાંધ્યો. જો કે, આરોપીએ વારંવાર દુષ્કર્મ આચરતા યુવતી પ્રેગ્નેટ થઇ ગઇ હતી અને સયાજી હોસ્પિટલમાં તેણે બાળકીને જન્મ આપતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે યુવતીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં સલમાન વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી અને તે બાદ પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મકરપુરા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી વર્ષ 2020માં ઘરથી નજીક રહેતા સલમાન સાથે સંપર્કમાં આવી અને તે પછી મિત્રતા પ્રેમમાં પરિણમી.

સલમાન છેલ્લા એકાદ વર્ષથી યુવતીની મરજીના વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધવા તેને મજબૂર કરતો. તેણે યુવતીની એકલતાનો લાભ લઇ અનેકવાર શરીર સંબંધ બાંધ્યા હતા. જો કે યુવતી વિરોધ કરતી તો સલમાન તેને મારી નાખવાની ધમકી આપતો. પરંતુ હાલમાં જ યુવતીએ લગ્ન કર્યા વિના સયાજી હોસ્પિટલ ખાતે એક બાળકીને જન્મ આપતા ખળભળાટ મચી ગયો. જે પછી આ મામલે મકરપુરા પોલીસ મથકે પીડિત યુવતિએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.