ખબર

વડોદરામાંથી આવી ચોંકાવનારી ઘટના સામે, 17 વર્ષનો સમલૈંગિક કિશોર અને યુવક મોજ કરવા ત્રીજા માળે ગયા એને દીવાલ

૧૭ વર્ષના કિશોર અને ૨૨ વર્ષના યુવાન વચ્ચે રંગરેલિયા મનાવવા ફ્લેટમાં ગયા પણ થઇ ગયો મોટો કાંડ- જાણો વિગત

આપણા દેશની અંદર સમલૈંગિક સંબંધોના ઘણા કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોય છે, ત્યારે હાલ વડોદરામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વડોદરાના વઘાસીયા વિસ્તારની અંદર એક નિર્માણાધીન બિલ્ડીંગના ત્રીજા માળે સમલૈંગિક સંબંધો બાંધવા માટે એક 17 વર્ષનો કિશોર અને 22 વર્ષનો યુવક ગયા હતા, પરંતુ અચાનક દીવાલ ધરાશયી થઇ જવાના કારણે નીચે પટકાયા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વારસિયામાં નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઈટ નીચે ગત રવિવારે 22 વર્ષનો યુવક ઈજાગ્રસ્ત હાલતમાં મળતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેના બાદ પરિવારજનોએ યુવકની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તે સગીર સાથે ઇમારતના ત્રીજા માળે સંબંધ બાંધવા માટે ગયો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

તેના આગળ જણાવ્યું હતું કે આ સમયે દીવાલ તૂટી પડતાં બંને ત્રીજા માળેથી પટકાયા હતા. એ તો સારું હતું કે નીચે રેતી હોવાના કારણે બંનેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, નહીં તો તેનું પરિણામ ખુબ જ ગંભીર પણ આવી શકતું હતું. આ બંને વચ્ચે છેલ્લા દોઢેક વર્ષથી સંબંધો હોવાનો પણ ખુલાસો થયો ઘટો. હવે આ બાબતે વરાસીયા પોલીસે કાયદેસરની તપાસ પણ શરૂ કરી છે.