વડોદરાના 14 અને 16 વર્ષના બાળકો સંસારની મોહમાયા છોડીને સંયમના માર્ગે કરશે પ્રયાણ, સુરતમાં લેવા જઈ રહ્યા છે દીક્ષા

ઘણા લોકો એવા હોય છે જેમને સંસારમાં મોહ ઉડી જવાના કારણે તે આધ્યાત્મ તરફ પ્રયાણ કરે છે, અને દીક્ષા લેતા હોય છે. ખાસ કરીને જૈન ધર્મની અંદર નાની ઉંમરના બાળકો પણ સંયમના માર્ગ ઉપર ચાલી નીકળતા હોય છે, ત્યારે સુરતમાં થવા જઈ રહેલા દીક્ષા સમારંભમાં વડોદરાના  14 અને 16 વર્ષના એમ બે કિશોરો દીક્ષા લઇ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના 13 અને 14 વર્ષના બે તરુણો તક્ષ શાહ અને વંદન શાહ નાની ઉંમરે સંયમનો માર્ગ અપનાવવાના મનોરથ સાથે દીક્ષા ગ્રહણ કરશે. આ બંને બાળકો 21મી જાન્યુઆરીએ સુરત ખાતે આચાર્ય રત્નસુંદરસૂરી મહારાજ સાહેબની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છે.

દીક્ષા લઇ રહેલા 14 વર્ષીય તક્ષ અનિસભાઈ શાહ એલેમ્બિક વિદ્યાલયમાં ધોરણ 7મા અભ્યાસ કરે છે, જયારે 16 વર્ષીય વંદન ભરતભાઈ શાહ બરોડા હાઇસ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. બંનેના ઘરમાં ધાર્મિક વાતાવરણ હોવાના કારણે અને આચાર્યભગવંતો , સાધુ સાધ્વીજીના સંપર્કના કારણે બાળકોએ પણ સંયમના મગર તરફ પ્રયાણ કરવાનું નક્કી કર્યું.

આ બંને બાળકોની દીક્ષા વિધિ તો સુરતમાં થશે પર્નાતું અલકાપુરી જૈન સંઘ દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તા.૧5 જાન્યુઆરી ના રોજ બન્ને મુમુક્ષઓના  ગૃહત્યાગની વિધિ થશે. ત્યારબાદ 18મી જાન્યુઆરીના રોજ વરઘોડો નીકળશે અને વડોદરામાંથી વિદાય લઇને સુરત પ્રયાણ કરશે.

Niraj Patel