19 વર્ષની તૃષાના મમ્મીએ રડતા રડતા કહ્યું એ મારી દીકરી નહિ, દીકરો હતો…PSI બનવાનું સપનું અધૂરું રહી ગયું

ચારેક વર્ષથી આ યુવક તૃષાને હેરાન કરતો હતો, મારી દીકરી પોલીસ બની દેશની સેવા કરવા માંગતી હતી, જુઓ તૃષાના માતાએ શું શું કર્યું

વડોદરામાં ગત 22 માર્ચ મંગળવારના રોજ રાત્રે તૃષા સોલંકી નામની યુવતિની એક હાથ કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે બાદ પોલિસ વિભાગમાં હડકંપ મચી ગયો હતો. આ હત્યાનો ભેદ પોલિસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો હતો. તૃષા સોલંકીની હત્યા કલ્પેશ ઠાકોર નામના યુવકે એકતરફી પ્રેમમાં કરી હતી. ગુજરાતમાં થોડા સમય પહેલા જ એકતરફી પ્રેમમાં ફેનિલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા વેકરિયાની સરાજાહેર ગળુ કાપી હત્યા કરી હતી. આ ચકચારી બનાવ સુરતમાંથી સામે આવ્યો હતો. ત્યારે વધુ એક બનાવ સામે આવતા હવે યુવતિઓની સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે.

ત્યારે એકની એક દીકરી ગુમાવ્યા બાદ તૃષાના માતા-પિતા આઘાતમાં છે, તેમના પર તો જાણે કે દુખોનો પહાડ તૂટી પડ્યો છે. તેમની માતા કે જેમનું નામ જનકબેન છે તેમણે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, એ મારી દીકરી નહિ પરંતુ દીકરો હતી. મેં મારો દીકરો ગુમાવ્યો છે.  તેમણે કહ્યુ કે, તૃષા પીએસઆઇ બનવા મ્ંગતી હતી અને તેનું એ સપનું અધૂરુ રહી ગયુુ. તે તેનું સપનુ પૂરુ કરવા વડોદરા આવી હતી. તેની 10 એપ્રિલે લેખિત પરિક્ષા હતી જેની તે તૈયારી કરી રહી હતી.

તેમણે તૃષાની વાત કરતી કહ્યુ કે, તે ઘણી ખુશ રહેતી અને દિવસમાં બે ત્રણ વખત ફોન પણ કરતી. તૃષાની માતાએ જણાવ્યુ કે, મારી દીકરી મને કલાક કલાકની માહિતી આપતી અને મારી સાથે એક મિત્રની જેમ રહેતી. તે કોઇની સાથે માથાકૂટ પણ કરતી ન હતી અને તેમ છત્તાં તેના સાથે આવું થયુ.તૃષાની માતાએ કરુણ આક્રંદ સાથે જણાવ્યુ કે, મારી દીકરીના હત્યારાને મને સોંપી દો, હું તેના હાથ પગ કાપી નાખીશ અને તેને સજા આપીશ.

તેમણે વધુમાં જણાવ્યુ કે, જયારે સુરતમાં ગ્રીષ્માની હત્યા થઇ હતી ત્યારે મેં તેને સાવચેત રહેવા પણ સલાહ આપી હતી. ત્યારે તેણે મને કહ્યું હતું કે મમ્મી, મારી ચિંતા ન કર… તેમણે કહ્યુ કે, તેમની દીકરી પોલીસમાં જોડાઈને ઉચ્ચ અધિકારી બનવા માંગતી હતી અને સમાજની રક્ષા કરવા માંગતી હતી. તેમણે જણાવ્યુ કે, તૃષાના પિતા રાજેન્દ્રસિંહ સોલંકીનું સપનું હતુ કે તેમની દીકરી પોલિસમાં જાય પરંતુ તેમની ઇચ્છા પણ હવે અધૂરી રહી હઇ.

ત્યારે તેમની માંગ છે કે આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે અને આરોપીને જલ્દીથી ફાંસીની સજા થાય. મૃતક મૂળ પંચમહાલના સામલી ગામની હતી અને તે છેલ્લા કેટલાક મહિનાથી વડોદરા તેના મામાને ત્યાં રહેતી હતી.

Shah Jina