વડોદરા 19 વર્ષિય તૃષા સોલંકીની હત્યામાં થયો મોટો ઘટસ્ફોટ, પોલિસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલ્યો

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના ઘણા કિસ્સાઓ સામે આવે છે. છેલ્લા કેટલાક સમયથી સુરતનો ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ ઘણો ચર્ચામાં છે. ત્યારે હાલમાં જ વડોદરામાંથી એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં 19 વર્ષની યુવતીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. યુવતીને મારીને નેશનલ હાઈવે પાસે લેન્ડ ફિલ્ડ સાઈટ પર નાંખી દેવાઈ હતી. વડોદરમાં ઘાતકી હત્યાનો કિસ્સો સામે આવતા જ ચકચારી મચી ગઇ હતી. 19 વર્ષિય યુવતિ તૃષા સોલંકી હત્યા કેસમાં મોટી અપડેટ સામે આવી છે. આ હત્યા પ્રેમપ્રકરણમાં થઇ હોવાનો ખુલાસો થયો છે.

વિદ્યાર્થીનીની લાશ હત્યા કરેલી હાલતમાં મળી આવતા પોલિસ તંત્રમાં અફરાતફરી મચી ગઇ હતી. જો કે, પોલિસે ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલિસે શંકાસ્પદ બે આરોપીઓની પૂછપરછ શરૂ કરી હતી, આરોપીએ મૃતકને દસથી પણ વધુ તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા અને ત્યારબાદ લાશને ફેકી દીધી હતી. પોલિસે મામલો ઉકેલવા અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા અને કોલ ડિટેઇલના આધારે તપાસ શરૂ કરી હતી.

વડોદરા ક્રાઇમ બ્રાંચે 19 વર્ષિય તૃષા સોલંકી હત્યા મામલે મોટો ઘટસ્ફોટ કર્યો છે. ગણતરીના કલાકોમાં જ ક્રાઇમ બ્રાંચે આરોપીને ઝડપી લીધો છે. મૃતકના પ્રેમીએ જ તેની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. જણાવી દઇએ કે, મૃતક યુવતિ તૃષા વડોદરામાં માણેજા વિસ્તારમાં પોતાના મામાના ઘરે રહેતી હતી. તે એક્ટિવા લઇ ટ્યૂશન જવા નીકળી હતી, તે નેશનલ હાઇવે કેવી રીતે પહોંચી હાલ તે તપાસનો વિષય છે. પોલિસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

પોલિસને એક કરતા વધુ હત્યારા હોવાની પણ શંકા છે, તૃષા સાથે કંઇક અજુગતુ બન્યુ હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. મંગળવારે રાત્રે પોલિસને જાણ થઇ હતી કે હાઇવે પર ધનિયાવી ગામની સીમમાં એક યુવતિની લાશ પડેલી છે અને તેનો એક હાથ પણ કાપી નાખેલો છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલિકત પીઆઇ પટેલ અને ટોચના પોલિસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. પોલિસે મૃતકના મામાનું નિવેદન પણ લીધુ હતુ.

ખુલ્લી જગ્યામાં જયારે હાઇવે પાસે નજીકમાં કામ કરતા મજૂરે જણાવ્યુ કે, તેણે કોઇની ચીસાચીસ સાંભળી ત્યારે એક ઇસમને ફરાર થઇ ગયો હતો. તપાસમાં સામે આવ્યુ કે, તૃષા સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી રહી હતી, જેના માટે તે એકેડમીમાં ટયૂશન જતી હતી. વડોદરાના નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ પાસે 19 વર્ષીય તૃષા સોલંકીની હત્યા કરાયેલી લાશ નેશનલ હાઈવે નંબર 48 પર લેન્ડ ફીલ્ડ સાઈડ પર ફેંકી દેવાઈ હતી. તે માણેજામાં મામાના ઘરે રહીને અભ્યાસ કરતી હતી.

યુવતીના મામાએ જણાવ્યુ કે, તૃષા અલકાપુરીની એક એકેડમીમાં કોચિંગ માટે રોજ જતી હતી. તે એક્ટીવા લઈને ટ્યુશન જવા માટે નીકળી હતી. આ ઘટનામાં આશ્ચર્યની વાત તો એ છે કે, હત્યારાએ તૃષાનો એક હાથ કાપી નાંખ્યો હતો. તૃષાનું મોપેડ હાઇવે પર પાર્ક કરાયેલું હતું.જયારે તેની હત્યા ત્યાંથી દુર ઝાડીમાં થઇ હતી. આરોપીએ તૃષાના માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા માર્યા હતા. પોલિસે આધારકાર્ડ અને ટુ વ્હીલર નંબરને આધારે તપાસ શરૂ કરી હતી, જે બાદ બધી વિગત સામે આવી હતી. ન્યુઝ 18 મીડિયાના રીપોર્ટ અનુસાર જેણે તૃષા સોલંકીની હત્યા કલ્પેશ ઠાકોર નામના યુવાને કરી છે. આ હત્યામાં પ્રેમપ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યુ છે. યુવતિને અન્ય યુવક સાથે સંબંધ હોવાને કારણે કલ્પેશ ઠાકોરે તેની હત્યા કરી હતી.

Shah Jina