વડોદરામાં ધોરણ-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને મહીન પઠાણે ઘરે લઇ જઈને ગળાના ભાગે બચકાં ભરી લીધા

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સગીરાઓ, યુવતિઓ કે મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સા સામે આવતા રહે છે. ઘણીવાર ગુજરાતમાંથી લવ જેહાદના પણ કિસ્સા સામે આવે છે, જેમાં બીજા ધર્મના યુવક દ્વારા યુવતિઓને ફસાવી તેમને લાલચ આપી તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવતુ હોય છે. ત્યારે હાલમાં લવ-જેહાદને લઇને કાયદો પણ બનાવવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં પણ અવાર-નવાર આવી ઘટનાઓ સામે આવે છે,

Image source

ત્યારે હાલ ફરી એકવાર લવ-જેહાદની ઘટના સામે આવી છે અને તે પણ વડોદરામાંથી. વડોદરામાં ધોરણ 9માં ભણતી વિદ્યાર્થિની સાથે મોહિન પઠાણ નામના યુવકે દુષ્કર્મ આચર્યું છે.જેની ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી હતી અને પોલીસે આરોપીની ધરપકડ પણ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, વિદ્યાર્થિની ટ્યુશનથી ઘરે જઈ રહી હતી અને આ દરમિયાન મોહીન પઠાણ તેને બાઇક પર બેસાડી તેના ઘરે લઈ ગયો

પ્રતિકાત્મક તસવીર

અને તેને ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, તેણે પીડિત સગીરાને ઈજા પણ પહોંચાડી હતી અને ગળાના ભાગે બચકા પણ ભરી લીધા હતા. આ મામલાની ગંભીરતાને ધ્યાને લઇ ગોત્રી પોલીસે આરોપીની ધરપકડ કરી હકી. તપાસમાં એ સામે આવ્યુ છે કે, આરોપી પીડિતાને ઘર પાસે આવેલા ગેરેજમાં કામ કરતો હતો

પ્રતિકાત્મક તસવીર

અને તેણે ફેસબુકના માધ્યમથી ફેક એકાઉન્ટ બનાવી અને નામ આર્યન રાખી સગીરા સાથે મિત્રતા કરી હતી.નરાઘમ પોતાનો બર્થ ડે હોવાનું કહી સગીરાને પોતાના ઘરે લઇ ગયો હતો અને તેણે ત્યાં જ દુષ્કર્મ આચર્યું હતું. આ પહેલા પણ વડોદરામાંથી કેટલાક લવ જેહાદના કિસ્સા સામે આવી ચૂક્યા છે.

Shah Jina