વડોદરામાં ટીમ લીડરે યુવતી પર ડોક્ટર સાથેના ફોટો બતાવી યુવતીના ઘરમાં જ આચર્યું દુષ્કર્મ, પછી યુવકની માતાએ કર્યુ એવું કે…

સંસ્કારી નગરીમાં વકીલની દીકરી સાથે ઘરે આવીને ટિમ લીડર યુવકે શરીર સુખ માણ્યું, દુષ્કર્મ કરીને માતાએ કહ્યાં જાતિવિષયક અપશબ્દ- જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મની ઘણી ઘટનાઓ સામે આવે છે. જેમાં કેટલીકવાર યુવતિઓને લગ્નની લાલચ આપી તો કેટલીકવાર બ્લેકમેઇલ કરી તેમની સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવામાં આવે છે. વડોદરામાંથી હાલ એક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરામાં નોકરી કરતી યુવતીને તેના ડોક્ટર સાથેના ફોટા બતાવી બ્લેકમેલ કરવામાં આવતી અને તેને લગ્નની લાલચ આપી તેના સાથી કર્મચારી ટીમ લીડરે દુષ્કર્મ આચર્યું હતું. લગ્ન માટે યુવતી માતા-પિતા સાથે યુવાકને ઘરે પણ ગઇ પણ યુવકની માતાને યુવતીની જાતિની જાણ થયા બાદ કહ્યુ- અમને પહેલાથી ખબર હોત તો અમારા ઘરની ડેલી પણ ચઢવા ન દઇએ. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

અમે તારા ઘરનું પાણી પણ ન પીએ. યુવકની માતાએ યુવતિને જાતિ વિરૂદ્ધ અપશબ્દો બોલ્યા અને પછી પીડિત યુવતીએ યુવક અને તેની માતા સામે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મૂળ દાહોદની વતની અને હાલમાં વડોદરામાં એક કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતી યુવતિની સાથે નિરજ માળી ટીમ લીડર તરીકે નોકરી કરતો અને આ દરમિયાન બંને વચ્ચે મિત્રતા બંધાઇ. મિત્રતા બાદ નિરજ માળીએ યુવતિને દિવાળીપુરા વિસ્તારમાં ભાડે મકાન અપાવ્યું.

યુવતિ ભાડાના મકાનમાં તેના ભાઈ અને બહેન સાથે રહેતી. તેના પિતા વકીલ તરીકે કામ કરતા હોવાથી તેની માતા સાથે દાહોદ રહે છે. મકાન ભાડે અપાવનાર નિરજ અવાર-નવાર યુવતિના ઘરે આવતો અને યુવતિએ પોતાના મકાનની એક ચાવી નિરજને પણ આપી રાખી હતી. જેને કારણે નિરજ ટાઇમ મળતા યુવતિના ઘરે આવી જતો. ક્યારેક નિરજ યુવતિની સાથે જમતો પણ હતો. વર્ષ 2020માં કોરોના લોકડાઉનને કારણે કંપની દ્વારા વર્ક ફ્રોમ હોમ આપવામાં આવ્યું અને તેને કારણે યુવતિ ઘરે બેસીને કામ કરતી. યુવતિના લેપટોપમાં સિસ્ટમ ઇન્સ્ટોલેશન કરવાની હોવાથી તેણે પોતાનું લેપટોપ નિરજને આપ્યું અને આ દરમિયાન તે ઘરે એકલી રહેતી હતી.

નિરજે મકાન અપાવ્યું હોવાથી તે અવાર-નવાર યુવતિના ઘરે જતો હતો અને મિત્રતા ગાઢ બનતા નિરજે તેને શારીરિક અડપલાં કરવાનું શરૂ કર્યું. જેથી યુવતિએ નિરજને ઘર ન આવવા કહ્યુ. ત્યારે નિરજે પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરેલા યુવતિ અને ડોક્ટરના ફોટા બતાવ્યા અને શારીરીક સબંધ માટે માગણી કરી. યુવતિએ ફોટો અંગે પૂછતા નિરજે જણાવ્યું કે, તારા લેપટોપની બેગમાંથી મળી આવેલ મેમરી કાર્ડમાંથી લીધા છે. તો મને શારીરિક સબંધ બાંધવા નહીં તો ડોક્ટર સાથેના ફોટો તારા માતા-પિતાને બતાવી દઇશ.

નિરજે ડિસેમ્બર 2021માં યુવતિના ઘરે આવીને શારીરિક સંબંધ બાંધ્યો હતો. સબંધ બાંધ્યા પછી લગ્નની ઓફર કરતા નિરજે લગ્ન કરવાની તૈયારી બતાવી પણ તે અવાર-નવાર યુવતિના ઘરે જતો અને સંબંધ બાંધતો. તે સમયે નિરજને યુવતિએ પોતાની જાતિ પણ જણાવી હતી અને તેણે લગ્નની વાત કરવા માટે માંજલપુર ખાતે ઘરે આવવા માટે કહ્યુ હતું. આ દરમિયાન યુવતિના માતા-પિતા અને બહેનને લઈને નિરજ માળીના માંજલપુર શિવરામનગર ગયા હતા. નિરજની માતાએ યુવતિ અને તેના માતા-પિતાને જાતિ પૂછી અને પછી નિરજની માતાએ રોષે ભરાઇ જાતિ વિષયક અપશબ્દો બોલ્યા હતા અને તેમનું અપમાન કરી ઘરમાંથી કાઢી મૂક્યા હતા.

દરમિયાન યુવતિને તેના માતા-પિતાએ હિંમત આપી સમજાવી અને પછી તેણે નિરજને ફોન કરીને સબંધ કાપી નાખ્યા અને ઘરે ન આવવા માટે જણાવ્યું. નિરજ યુવતિના ઘરે તેના માતા-પિતાની હાજરીમાં જતો તે સમયે નિરજે યુવતિના ડોક્ટર સાથે સંબંધ હોવાની વાત કરી યુવતિના રૂમની બહાર ટેબલ પર પડેલ લેપટોપ, અંગુઠી અને ડોક્ટરની ચેકબુક લઇ ગયો. જો કે, તે બાદ યુવતિએ ગોત્રી પોલીસ મથકમાં નિરજ માળી સામે દુષ્કર્મ અને તેની માતા સામે જાતી વિષયક અપશબ્દો બોલી અપમાનિત કરવાની ફરિયાદ નોંધાવી હતી.

Shah Jina