19 વર્ષની સુંદર દેખાતી કામવાળીએ ત્રણ મિત્રો સાથે મળીને જે કાંડ કર્યો એ જાણીને આખું ગામ ફફડી ગયું

આવી સુંદર કામવાળી હોય તો થઇ જાઓ સાવધાન: વડોદરામાં જે કાંડ કર્યો એ જાણીને હચમચી જશો

જો તમે પણ તમારા ઘરમાં કામવાળી રાખતા હોવ તો ચેતવાની જરૂર છે. કારણ કે હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે સાંભળીને કદાચ તમે કામવાળી પરથી વિશ્વાસ ખોઇ બેસશો. વડોદરામાં એક 19 વર્ષની કામવાળીએ લૂંટને અંજામ આપવા માટે પ્લાન ઘડ્યો હતો અને તેણે આ કામ માટે અન્ય ત્રણ લોકોનો સાથ લીધો હતો.

કામવાળી બાઇએ જ વડોદરાના કારેલીબાગ સોનાલી સોસાયટીમાં રહેતા એસ્ટેટ બ્રોકરના ઘરમાં ત્રણ લૂટારૂઓ સાથે ધાડ પાડી અને બ્રોકરની માતા પર ચાકુથી હુમલો પણ કર્યો. ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ તેમજ ચાંદીના ગ્લાસ મળી તેઓએ 2,63,500 રૂપિયાની લૂંટ કરી હતી. આરોપીઓના નામ રિતેષ ઉર્ફે હિતેષ ગોદડિયા, અર્જુન અને આકારશ રાવલ છે. આ ચારેય મળી ઘરમાં લૂંટ ચલાવી હતી.

ઘટનાની વિગત તપાસીએ તો, ડિંપલ બ્રોકરના ઘરમાં બે મહિના અગાઉ જ ઘરકામ માટે લાગી હતી અને તેણે તેના સાગરિતોને ટીપ આપી હતી. તેણે તેના ત્રણ સાગરિતો સાથે લૂંટનો પ્લાન બનાવ્યો અને તેને અંજામ આપ્યો. જો કે આ ટોળકી લૂંટ ચલાવી ફરાર થઇ ગઇ હતી પરંતુ તેમનો એક સાથી ઝડપાઇ ગયો હતો અને CCTV ફુટેજ આધારે ગણતરીના કલાકોમાં જ બધાને ઝડપી અને મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

શહેરના વી.આઇ.પી. રોડ પર સોનાલી સોસાયટીમાં જયદીપભાઇ ગોર તેમની માતા, પત્ની અને બાળકો સાથે રહે છે. તેઓ જમીન લે-વેચનો વ્યવસાય કરે છે. લૂંટારાઓએ તેમની માતાને બંધક બનાવી હુમલો કરી 2 લાખથી વધુની લૂંટ કરી હતી. જો કે પરિવારજનોએ બૂમરાણ મચાવતાં એક લૂંટારો ઝડપાઇ ગયો હતો.

ડિંપલ પુરુષના કપ઼ડા પહેરીને આવી હતી કારણ કે તેને કોઇ ઓળખી ન શકે. લૂંટ કર્યા બાદ તે ભાગી ગઇ હતી અને તે બાદ પોલિસને શંકા જતા ડિંપલના ઘરે પહોંચી હતી, પરંતુ તે ઘરેથી કામ કરવા માટે નીકળી ગઇ હતી. પોલિસ તપાસમાં જાણવા મળ્યુ કે, આ ટોળકીએ લૂંટ ચલાવતા પહેલા ઘરની રેકી કરી હતી અને તે બાદ લૂંટ ચલાવી હતી.

Shah Jina