સંસ્કારી નગરી વડોદરાના પોશ વિસ્તારની હોટલમાં 3 યુવક-યુવતીઓ સાથે માણી રહ્યા હતા સુખ ને પોલીસ પહોંચીને જોયું તો

સંસ્કારી નગરીમાં સંસ્કાર ક્યાં? વડોદરાના પોશ વિસ્તારની હોટલમાં 3 યુવક-યુવતીઓ સાથે માણી રહ્યા હતા સુખ ને પોલીસ પહોંચીને જોયું તો

વડોદરાના સયાજી ગંજ વિસ્તારની હોટલમાંથી હાઈપ્રોફાઇલ રેકેટનો પર્દાફાશ થયો છે. વડોદરામાંથી અવાર નવાર દેહ વેપાર ચાલતો હોવોની ઘટના સામે આવે છે. સયાજી ગંજ વિસ્તારની હોટલ ન્યુ રીલેક્સ ઈનમાંથી આ ઘટનાનો પર્દાફાશ થયો છે અને ગ્રાહકોને અલગ અલગ યુવતીઓના ફોટા બતાવી આકર્ષતા હોવાનું પણ ખુલ્યુ છે. એસઓજી પોલીસને આ માહિતી મળતા તેમણે રેડ પાડીને 3 લોકોની ધરપકડ કરી છે એક ફરાર છે.

ઘટનાની વિગત તપાસીએ તો, સયાજીગંજ વિસ્તારમાં આવેલી હોટલ ન્યૂ રીલેક્સ ઇનમાં મંગળવારે મોડી રાત્રે SOGની ટીમે દરોડો પાડતા હાઇ પ્રોફાઇલ રેકેટનો પર્દાફાશ થયો છે. મહારાષ્ટ્રની યુવતીઓને બોલાવી આંતરરાજ્ય હાઈપ્રોફાઇલ રેકેટ ચલાવવામાં આવતું હતું.

પોલિસને બાતમી મળતા SOGની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને તે બાદ અફરા તફરી મચી જવા પામી હતી. હોટલમાંથી પોલિસને 2 યુવતિઓ પણ મળી આવી હતી. પોલિસે હોટલના મેનેજર સહિત 3ની ધરપકડ કરી છે અને 39700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

SOGની ટીમ દ્વારા યુવતીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને તેમાં જે આ રેકેટનો માસ્ટર માઇન્ડ હતો તે મહારાષ્ટ્રથી યુવતીઓને બોલાવતો હતો અને વડોદરાની હોટલમાં રાખીને રેકેટ ચલાવતો હતો. એક ગ્રાહક પાસેથી 3થી 4 હજાર રૂપિયા વસૂલવામાં આવતા અને તે ગ્રાહકો પાસે ઓનલાઇન પેમેન્ટ કરાવતો હતો.

ગ્રાહકોને વૉટ્સએપ પર અલગ-અલગ યુવતિઓના ફોટા બતાવી તેના આધારે સિલેકશન કરવામાં આવે છે અને વૉટ્સએપ પર ચેટ કરી યુવતીનો ભાવ નકકી કરવામાં આવે છે, કલાકના અલગ અલગ ભાગ નક્કી થયા બાદ સોદા પ્રમાણે હોટલનો રૂમ બુક થાય છે અને તે હોટલનું નામ સરનામું તથા લોકેશન તેમજ હોટલનો રૂમ નંબર સાથેનો ફોટો બતાવે છે. જેને આધારે મેનેજર તેને રૂમ આપે છે.

Shah Jina