વડોદરામાં સોશિયલ મીડિયાના મિત્રએ 19 વર્ષની યુવતીને હોટલમાં લઈ જઈ પરાણે માણ્યું સુખ…પીંખી નાખી પછી

ઘરમાં બહેન કે દીકરીઓ હોવ તો સાવધાન : સંસ્કારી નગરીમાં 19 વર્ષની ભોળી દીકરીને પટાવીને…

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ અને યુવતીઓ સાથે છેડછાડ અને તેમની સાથે બળજબરી કરવાની ઘણી   ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હાલ એવી જ એક ઘટના સાક્ષર નગરી વડોદરામાંથી સામે આવી છે. જેમાં એક 19 વર્ષની યુવતી સાથે હોટલની અંદર સોશિયલ મીડિયા દ્વારા  સંપર્કમાં આવેલા એક યુવકે બળજબરી કરી હતી. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના સમતા વિસ્તારની યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તે હાલમાં ધોરણ-12નો અભ્યાસ કરી રહી છે. તેને સોશિયલ મીડિયા પર એક યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે એક્સેપ્ટ કરી લીધી હતી. આ પછી બંને વચ્ચે વાતચીત થતી હતી. દરમિયાન યુવકે તેને રૂબરુ મળવા માટે બોલાવી હતી. જેથી બંને મળ્યા હતા. આ સમયે યુવકે તેને લાઈક કરતો હોવાનું કહ્યું હતું. જોકે, યુવતીએ તેની પ્રપોઝલ સ્વીકારી નહોતી.

યુવતીએ પોતાની ફરિયાદમાં આગળ જણાવ્યું હતું કે ગત 26મી ઓક્ટોબરે પોતે બેંકર્સ હોસ્પિટલ ખાતે એચએટીનો કોર્સ કર્યો હોવાથી સર્ટીફિકેટ લેવા તેની મિત્ર સાથે આવી હતી. યુવતી બેન્કર્સ હોસ્પિટલના પાર્કિંગમાં ઊભી હતી, ત્યારે યુવકનો ફોન આવ્યો હતો અને યુવતી ક્યાં છે, તેમ પૂછી તેને મળવા બેન્કર્સ હોસ્પિટલ પહોંચી ગયો હતો.

જેના બાદ યુવકે તેને પોતાની સાથે આવવા માટે કહ્યું હતું. જોકે, અહીં જ વાત કરવાનું કહેતા યુવકે અન્ય એક યુવકને બોલાવ્યો હતો. આ યુવક યુવતી સાથે જ સ્કૂલમાં ભણતો હોવાથી તેને ઓળખતો હતો. જેણે યુવતીને ધમકાવી હતી અને મારવાની ધમકી આપી પરાણે બાઇક પર બેસાડી દીધી હતી.

જેના બાદ યુવક તેને અલકાપુરી ગરનાળા પાસે આવેલી એક હોટલમાં લઈ ગયો હતો. અહીંના રૂમમાં લઈ જઈ યુવકે યુવતી સાથે બળજબરી કરી હતી. તેમજ યુવતીની સંમતિ વગર પરાણે સંબંધો બાંધ્યા હતા. આ પછી યુવક તેને બેન્કર્સ હોસ્પિટલ પાસે મૂકીને જતો રહ્યો હતો. આ અંગે યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Niraj Patel