વડોદરા : ભાડે રહેતા પરિવારને સ્માર્ટ મીટર લગાવવું પડ્યુ ભારે, આવ્યુ 9.24 લાખનું વીજ બિલ !

ગુજરાતના અનેક શહેરોમાં છેલ્લા થોડા દિવસથી સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે જો કે કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે તો કેટલાક તેને સારો નિર્ણય ગણાવી રહ્યા છે. ત્યારે હાલમાં જ વડોદરામાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો. ભાડાના મકાનમાં રહેતા એક વ્યક્તિને મસમોટું નવ લાખ રૂપિયાનું બિલ આવ્યુ.

જો કે, આ મામલે એમજીવીસીએલએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને નવા બિલનો એસએમએસ મોકલ્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, ગોરવા વિસ્તારના રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાં ભાડાના મકાનમાં રહેતા મૃત્યુંજયે MGVCLપર મોટો આક્ષેપ કર્યો અને મોબાઈલમાં બિલની કોપી બતાવી દાવો કર્યો કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 9 લાખ 24 હજાર રૂપિયાનુ બિલ આવ્યું.

આ બિલ જોઇને તે પોતે આશ્ચર્યમાં મુકાઇ ગયો હતો. આ અંગે તેણે જણાવ્યુ કે, સામાન્ય રીતે દર બે મહિને મારા ઘરનું ઇલેક્ટ્રિક બિલ 1500થી બે હજાર રૂપિયા આવે છે પણ આ વખતે સ્માર્ટ મિટર લગાવ્યા બાદ મેસેજ આવ્યો કે બિલ 9,24,254 રુપિયા આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, મિટર રિંડીંગમાં ભૂલ થઇ હોવાને કારણે ખોટી ગણતરી થઇ અને તેને સુધારવામાં પણ આવી. આ માનવીય ભૂલ છે. સ્માર્ટ મીટરને કારણે બિલ વધારે આવ્યુ તેવું કંઇ નથી, પણ ડેટા એન્ટ્રીમાં માનવીય ભૂલ થઇ થઇ છે જે સુધારી લેવાઇ છે.

Shah Jina