વડોદરામાં શિવશક્તિ બંગલોમાં એક જ પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી કર્યો સામૂહિક આપઘાતનો પ્રયાસ, આટલા લોકોના મોત

અવાર નવાર સમાચારની અંદર ઘણા લોકો પોતાનું જીવન ટૂંકાવી દેતા હોવા જોવાનું મળે છે. ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને સમય કરતા મૃત્યુને વહાલું કરી લે છે, ત્યારે હાલમાં વડોદરા શહેરમાંથી એક હચમચાવી દેનારો મામલો સામે આવ્યો છે, જેમાં એક જ પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટી, સી 13 નંબરના મકાનમાં રહેતા સોની પરિવારના 6 સભ્યો દ્વારા ઝેરી દવા પી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાંથી ત્રણ લોકોના મોત થયા છે અને ત્રણ લોકોની હાલત હજુ ગંભીર જણાવવામાં આવી રહી છે.

(પ્રતીકાત્મક તસ્વીર)

પરિવારનું એક સાથે મોતને વહાલું કરવા પાછળનું કારણ આર્થિક સંકળામણ જણાવવામાં આવી રહ્યું છે. માહિતીમાં એ પણ સામે આવ્યું છે કે પરિવાર દ્વારા મંગળ બજારમાં આવેલી તેમની પ્લાસ્ટિકની દુકાન સમેત ઘર પણ વેચી દીધું હતું. પોલીસે હવે આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel