વડોદરામાં ડોક્ટરોની હડતાલે છીનવી લીધો એક યુવકનો જીવ, રક્ષાબંધન પહેલા જ એક બહેને ગુમાવ્યો ભાઈ

હે ભગવાન…!!! લાડલી બહેન હવે કોને રાખડી બાંધશે? પરિવારના હૈયાફાટ રુદનની તસવીરો જોઈને રીતસર રડી પડશો

સમગ્ર ગુજરાતમાંથી અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. તો હાલમાં સમગ્ર રાજ્યની અંદર રેસિડેન્ટ ડોકટરો હડતાળ ઉપર ઉતરી આવ્યા છે. પરંતુ તેમની આ હડતાળનો ભોગ એક માસુમ યુવકને બનવું પડ્યું હોવાનું સામે આવી રહ્યું છે. અકસ્માત થયેલા એક યુવકને સારવાર ના મળવાના કારણે તેનો જીવ ચાલ્યો ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના નવાયાર્ડમાં આવેલ રમણીક ચાલમાં રહેતા 19 વર્ષના યુવાન રાહુલ જાદવ અને તેનો મિત્ર દિવ્યાંગ પરમાર તેમના મિત્રને ચકકર આવતા હોવાથી રાત્રે બાઈક પર બેસી દવા લેવા ગયા હતા. જ્યાં ફતેગંજ હિલ મેમોરિયલ સ્કૂલ પાસે રાહુલે બાઈકના સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ થઈને ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઇ હતી.

આ અકસ્માતમાં તેના મિત્ર દિવ્યાંગને સામાન્ય ઈજાઓ આવી હતી. તો રાહુલને માથાના ભાગે ગંભીર ઈજાઓ આવતા તેના પરિવારજનો તેને સયાજીગંજ હોસ્પિટલમાં લઈને ગયા હતા, જ્યાં રાહુલની હાલત વધારે ખરાબ દેખતા ત્યાંના તબીબો દ્વારા રાહુલને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો.

જેના બાદ રાહુલના પરિવારજનો રાહુલને લઈને તાબડતોબ અમદાવાદ સિવિલ આવી પહોંચ્યા હતા. પરંતુ અહીંયા ડોકટરો હડતાળ ઉપર ઉતરેલા હોવાના કારણે તેમને રાહુલની 8 કલાક સુધી સારવાર ના કરી અને ત્યારબાદ પરિવારજનોને અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે જણાવવામાં આવ્યું. જેના કારણે રાહુલનો પરિવાર તેને વડોદરા પરત લઇ આવ્યો અને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો.

પરંતુ રાહુલને માથાના ભાગે ગમ્ભીર ઈજાઓ આવી હોવાના કારણે લોહી પણ વધારે વહી ગયું હતું. અને તેના જ કારણે રાહુલ જાદવનું મોત નીપજ્યું હતું. આ બાબતે મૃતક રાહુલની પિતરાઈ બહેન વૈશાલી ચૌહાણે જણાવ્યું હતું કે “તબીબોની હડતાળ હોવાના કારણે મારા ભાઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં યોગ્ય સારવાર ના મળી. જેના કારણે તેનું મોત નિપજ્યું છે. તબીબોને વિનંતી છે કે તે માનવતાનો ધર્મ નિભાવે !”

રાહુલના આમ અચાનક મોતના કારણે તેનો આખો પરિવાર સદમામાં છે. રક્ષા બંધન પહેલા જ ડોક્ટરોએ પોતાની હડતાલની જીદ પકડી રાખી અને એક બહેનને પોતાનો ભાઈ ગુમાવવો પડ્યો હતો. મૃતકના ફોઈનું કહેવું છે કે ડોકટરો અને સરકાર વચ્ચેની લડાઈમાં અમારો શો વાંક છે ? તબીબોને ભગવાન માનવામાં આવે છે, તો તબીબોએ તેમનો ધર્મ નિભાવી ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવી જોઈએ.

Niraj Patel