વડોદરામાં ભોળી સગીરાને પટાવીને યુવક ભગાડી ગયો, બંને જણાએ ખેતરની ઓરડીમાં હતા ને અચાનક….

રાજયમાંથી અવાર નવાર મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર સગીર વયની છોકરીને લગ્નની લાલચ આપી અને યુવક દ્વારા દુષ્કર્મ કરવામાં આવે છે, તો ઘણીવાર પ્રેમની જાળમાં ફસાવવામાં આવે છે. હાલ એક આવો કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે. વડોદરાના શિનોરમાં એક સગીર છોકરીને લગ્નની લાલચ આપી એક યુવક ભગાડી લઇ ગયો હતો અને આ બાબતે તેના વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલિસે તેના પર 363,366 મુજબ ગુનો નોંધ્યો છે. પોલિસે ગણતરીના કલાકોમાં જ સગીરાને ભગાડી જનારની ધરપકડ કરી હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

વડોદરાના શિનોરના એક ગામે સગીરાને લગ્નની લાલચ આપી એક યુવક દ્વારા ભગાડી લઇ જવાનો કિસ્સો આજથી લગભગ 2-3 દિવસ પહેલા સામે આવ્યો હતો, આ બાબતે પોલિસે તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ સગીરાને ભગાડી જનારની માલસર ગામેથી ઝડપ્યો હતો. પોલિસને આ મામલે બાતમી મળી હતી કે સગીરાને ભગાડી જનાર યુવક શિનોર તાલુકાના ખેતર વિસ્તારમા આવેલ ઓરડીમાં છે ત્યાંથી પોલિસે તેને ઝડપી લીધો હતો.

સગીરાને ભગાડી જનાર યુવક તેમજ તરૂણીના મેડિકલ માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે 376 (2 N) (3), પોક્સો એક્ટ કલમ 5 (L) 6 પોલીસ દ્વારા કલમો ઉમેરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. તરૂણી મેડિકલ સારવાર હેઠળ છે. તરૂણી સાથે અગાઉ પણ અવાર-નવાર મરજી વિરૂધ્ધ કૃત્ય કરેલ હોવાનું પણ સામે આવ્યું છે.

Shah Jina