ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યા ગુજરાત પોલીસના વખાણ, અકસ્માતમાં ઘવાયેલી યુવતીને ASIએ કઈ પણ વિચાર્યા વગર કર્યું એવું કે જાણીને તમે પણ વંદન કરશો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવતી રહે છે, ઘન અકસ્માતમાં લોકો ઈજાગગ્રસ્ત બને છે તો કોઈના જીવ પણ ચાલ્યા જતા હોય છે. તો ઘ્નાયરવ અકસ્માત થાય ત્યારે કેટલાક લોકો દેવદૂત બનીને આવે છે અને ઘાયલ વ્યક્તિનું જીવન પણ બતાવતા હોય છે. આવા જ એક દેવદૂતના વખાણ હાલ ચારેય તરફ થઇ રહ્યા છે. ખુદ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ તેમના વખાણ કર્યા છે.

વડોદરામાં એક યુવતી ગગંભીર રીતે ઈજાગ્રસ્ત બની હતી, ત્યારે ત્યાં ફરજ જાવી રહેલા રાવપુરા પોલીસ મથકના ASI સુરેશ હિંગળાજીયાએ કંઈપણ વિચાર્યા વગર માનવતા દાખવી અને 108ની રાહ જોયા વિના જ તરત યુવતીને પોતાની પીસીઆર વાનમાં બેસાડી અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર સુરેશભાઈ SHE ટીમની PCR વાનમાં ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન જેલ રોડ ઉપર વરસાદ પડ્યા બાદ અચાનક વાહનો સ્લીપ ખાઈ જવાની ઘટના સર્જાઈ હતી. જેના બાદ 108ને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ આ સમય દરમિયાન 108 આવે તે પહેલા જ ગંભીર રીતે ઘાયલ યુવતીને સુરેશભાઈ પોતાની પીસીઆર વાનમાં બેસાડીને હોસ્પટલમાં લઇ ગયા જ્યાં સ્ટ્રેચરની રાહ જોયા વિના યુવતીને પોતાના ખભા ઉપર ઊંચકી ઇમર્જન્સી વર્ડ  જઈ માનવતા દાખવી હતી.

ASI સુરેશભાઈના આ કામના વખાણ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ કર્યા છે. તેમને તેમના ટ્વીટર ઉપર એક વીડિયો પોસ્ટ કરીને સુરેશભાઈને સલામ કરી છે. તેમને ટ્વીટ કરીને જણાવ્યું છે કે “પોલીસ દળની કામગીરી માટે 100 સલામ પણ ઓછી છે.” સુરેશભાઈ સેવાકીય કાર્યો માટે પણ હંમેશા અગ્રેસર રહે છે. તેઓ હાઇવે ઉપર પટ્રોલિંગ દરમિયાન પોતાની પીસીઆર વાનમાં કફન પણ સાથે રાખે છે, જેના કારણે રસ્તા ઉપર કોઈ અકસ્માતમાં મોતને ભેટે ત્યારે તેની પાસે કફન ના હોય તો તાત્કાલિક તેને કફન ઓઢાઢી શકાય.

Niraj Patel