ખબર

વડોદરાના હાઈ પ્રોફાઈલ કેસમાં ધડાકો, પાવાગઢના ટ્રસ્ટીએ કહ્યું, “યુવતી સાથે એક વાર નહિ અનેક વાર બાંધ્યાં હતા સંબંધો… પરંતુ”

વડોદરાના હાઈ પ્રોફાઈલ કેસની અંદર રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટને જૂનાગઢ પોલીસ પાસેથી કબજો મેળવીને ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મંગળવારે બપોરે 3 વાગે જૂનાગઢથી વડોદરા રવાના થઇ હતી અને રાત્રે 10-45 વાગે તેને ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં લવાયો હતો. આ દરમિયાન રાજુ ભટ્ટ ક્રાઇમ બ્રાન્ચના લોકઅપમાં આખી રાત રડતો રહ્યો હતો.

પોલીસ પુછપરછમાં રાજુ ભટ્ટે ખુલાસા કર્યા હતા, તેને જણાવ્યું હતું કે પીડિતા સાથે તેને એક વાર નહિ પરંતુ વારંવાર સંબંધો બાંધ્યા હતા. તેને પોલીસને જણાવ્યું કે પીડિતા સાથે તેને ચારવાર સંબંધો બાંધ્યા હતા. હાર્મની હોટેલ, આજવા રોડના ડવડેક એપાર્ટમેન્ટ અને ડી-903 નિસર્ગ કોમ્પ્લેક્ષમાં યુવતીની સહમતીથી સંબંધો બાંધ્યા હોવાની કબૂલાત રાજુ ભટ્ટે કરી હતી.

વૈભવશાળી જીવન જીવતા રાજુ ભટ્ટને સપનામાં પણ ખબર નહોતી કે તેને આ રીતે લોકઅપમાં રાત વિતાવવી પડશે, લોકઅપમાં તેને કઈ ખાવાની પણ ના પાડી દીધી હતી, અને ઢીલા ચહેરે બેસી રહ્યો હતો. તેને પીડિતા સાથેના સંબંધોમાં પોલીસને જણાવ્યું હતું કે આ સંબંધો તેની મરજીથી બંધાયા હતા.

ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આજે આરોપી રાજુ ભટ્ટને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરશે. દુષ્કર્મની જગ્યાએ પોલીસ રાજુને રિકન્સ્ટ્રકસન માટે લઈ જઈ શકે છે. તો બીજી તરફ, મુખ્ય આરોપી સીએ અશોક જૈન પોલીસ પકડથી હજી પણ દૂર છે. રાજુ ભટ્ટને મધરાતે 12-30 વાગે કોરોના ટેસ્ટ કરાવવા માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને એકથી દોઢ કલાક બાદ તેને પરત ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આજે આરોપી રાજુ ભટ્ટને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરશે. દુષ્કર્મની જગ્યાએ પોલીસ રાજુને રિકન્સ્ટ્રકસન માટે લઈ જઈ શકે છે. તો બીજી તરફ મુખ્ય આરોપી સીએ અશોક જૈન પોલીસ પકડથી હજી પણ દૂર છે.આરોપી રાજુએ આરોપી અશોક જૈનને નથી ઓળખતો હોવાનું પોલીસને કહ્યું.

પીડિતાએ નોંધાવેલી ફરીયાદ અને આરોપીની કબુલાત વચ્ચે કોન્ટ્રાડિકશન થઈ રહયું છે. આરોપી રાજુ ભટ્ટે આપેલી કેફીયતથી સમગ્ર પ્રકરણમાં અણધાર્યો વળાંક આવ્યો છે. રાજૂ ભટ્ટ જુનાગઢથી વેરાવળ પછી અમરેલી જવાનો હતો. તા.20મી સપ્ટેમ્બરે રાજુ ભટ્ટ વડોદરાથી ભાગીને અમદાવાદ ગયો હતો. જયાં વેવાઈએ તેને આશરો આપ્યો હતો.

જેના બાદ બે દિવસ અમદાવાદ રોકાઈને જુનાગઢ ગયો હતો. જુનાગઢમાં વકીલને મળીને વેરાવળ અનેે પછી અમરેલી જવાનો હતો. આ રીતે આગોતરા જામીન અરજીનો હુકમ જાહેર ના થાય ત્યાં સુધી અંડર ગ્રાઉન્ડ રહેવાનો રાજુ ભટ્ટનો પ્લાનીંગ હતો. પરંતુ તેના આ પ્લાનિંગ ઉપર પાણી ફરીવળ્યું હતું.

રાજુ ભટ્ટે પીડિતાના બળજબરીથી દુષ્કર્મ કરવાના આરોપને ફગાવી દીધો છે. તેણે કહ્યું કે, મેં પીડિતા સાથે દુષ્કર્મ કર્યુ નથી. જે કહ્યુ થયુ તે પરસ્પર સહમતીથી થયુ છે.

UPDATE…

આ કેસના મુખ્ય આરોપી રાજુને આજે ગોત્રી હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઇ જવાય હતા,આરોપી રાજુ ભટ્ટ બધું સહમતી થયું હોવાનું પોલીસ પૂછપરછમાં જણાવી રહ્યો છે, આરોપી કાનજી મોકરિયાની રિમાન્ડ સમયે સઘન પૂછપરછ થઈ રહી છે, મહત્વનું છે કે હવે આ કેસની તપાસમાં FSLની પણ મદદ લેવાઈ રહી છે. ત્યારે આ કેસ વધુ ચોંકાવનાર ખુલાસા સામે આવી શકે છે.

રાજુને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને રિમાન્ડની પણ માગણી કરવામાં આવી છે જેમાં કોર્ટે આરોપીના 3 દિવસના એટલે 3 ઓક્ટોબર બપોરે 1 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આ બધા આરોપીના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી પરતું કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.