વડોદરાના હાઈ પ્રોફાઈલ કેસમાં આવ્યો એક નવો વળાંક, એક બે વાર નહિ પરંતુ 6-6 વાર યુવતી સાથે…. ક્રાઈમ બ્રાન્ચે કર્યું રિકન્ટ્રક્શન

વડોદરાનો હાઈપ્રોફાઈલ કેસ હવે ખુબ જ ચર્ચાનો વિષય બનતો જઈ રહ્યો છે, આરોપી રાજુ ભટ્ટની ધરપકડ બાદ એક પછી એક નવા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે, ત્યારે આ મામલામાં SITની ટીમે રાજુ ભટ્ટ અને કાનજી મોકરીયાને સામ સામે બેસાડી ઉલટ તપાસ કરી હતી. જેમાં પીડિતા સાથે પરિચય થયા બાદ હોટલ હોર્મની અને નિસર્ગ ફ્લેટમાં બંનેની મુલાકાતો તથા તેમાં કાનજી મોકરીયાની ભૂમિકા અને ત્યારબાદ ક્યાં ક્યાં દુષ્કર્મ કરાયુ હતું તથા ફરિયાદ બાદ સમાધાનના પ્રયાસો સહિતના મુદ્દા પર પોલીસે બંનેની પૂછપરછ કરી હતી.

આ ઉપરાંત આજે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને લઈ રીકન્ટ્રક્શન માટે ઘટનાસ્થળે પહોંચી હતી. આરોપી રાજુ ભટ્ટે પોલિસ સમક્ષ કબૂલાત કરી કે, પોતે યુવતીને આજવા રોડ પરના ડવડેક એપાર્ટમેન્ટમાં લઈ ગયો હતો. રાજુ ભટ્ટે ડવડેક એપાર્ટમેન્ટમાં યુવતી સાથે સંબંધ બાંધીને શરીર સુખ માણ્યાની કબૂલાત પણ કરી છે. પોલીસ તપાસમાં એ વાતનો પણ ઘટસ્ફોટ થયો હતો કે પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટે પીડિતા સાથે સૃષ્ટિ વિરુદ્વનું કૃત્ય આચર્યું હતું.

આ ઉપરાંત પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે રાજુ ભટ્ટ પીડિતાને વારંવાર મળતો હતો અને 5થી 6 વાર તે નિસર્ગ ફ્લેટમાં પણ પીડિતાને લઈને ગયો હતો જ્યાં તેણે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેના બાદ  પીડિતાએ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરતાં રાજુ ભટ્ટ અને કાનજી મોકરીયાએ સમાધાનના પ્રયાસો કર્યા હતા પણ છેવટે પીડિતાએ ફરિયાદ નોંધાવતાં કાનજી મોકરીયાએ રાજુ ભટ્ટને શહેર છોડીને ભાગી જવાની ગોઠવણ કરી આપીને મદદદગારી કરી હતી.

આ ઘટનમાં પીડિત યુવતીના નિવેદનના આધારે મૂળ ફરિયાદમાં પોલીસે IPCની 377મી કલમ ઉમેરી છે. IPCની 377મી કલમ હેઠળ કોઈ પણ વ્યક્તિ સાથે અકુદરતી રીતે શરીર સંબંધ બાંધવો ગુન્હો છે. આ ઉપરાંત પોલીસે પોલીસે IPCની 376 (એન) (કે)ની કલમ પણ ઉમેરી છે. પોલીસે એક જ યુવતી ઉપર એકથી વધુ વખત બળજબરી ગુજારવાની કલમ ઉમેરી છે.

આગાઉ પોલીસ પુછપરછમાં રાજુ ભટ્ટે ખુલાસા કર્યા હતા, તેને જણાવ્યું હતું કે પીડિતા સાથે તેને એક વાર નહિ પરંતુ વારંવાર સંબંધો બાંધ્યા હતા. તેને પોલીસને જણાવ્યું કે પીડિતા સાથે તેને ચારવાર સંબંધો બાંધ્યા હતા. હાર્મની હોટેલ, આજવા રોડના ડવડેક એપાર્ટમેન્ટ અને ડી-903 નિસર્ગ કોમ્પ્લેક્ષમાં યુવતીની સહમતીથી સંબંધો બાંધ્યા હોવાની કબૂલાત રાજુ ભટ્ટે કરી હતી.

પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટને જૂનાગઢ પોલીસ પાસેથી કબજો મેળવીને ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મંગળવારે બપોરે 3 વાગે જૂનાગઢથી વડોદરા રવાના થઇ હતી અને રાત્રે 10-45 વાગે તેને ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં લવાયો હતો. આ દરમિયાન રાજુ ભટ્ટ ક્રાઇમ બ્રાન્ચના લોકઅપમાં આખી રાત રડતો રહ્યો હતો.

વૈભવશાળી જીવન જીવતા રાજુ ભટ્ટને સપનામાં પણ ખબર નહોતી કે તેને આ રીતે લોકઅપમાં રાત વિતાવવી પડશે, લોકઅપમાં તેને કઈ ખાવાની પણ ના પાડી દીધી હતી, અને ઢીલા ચહેરે બેસી રહ્યો હતો. તેને પીડિતા સાથેના સંબંધોમાં પોલીસને જણાવ્યું હતું કે આ સંબંધો તેની મરજીથી બંધાયા હતા.

Niraj Patel