ખબર

વડોદરામાં પોલીસની અનોખી ગાંધીગીરી, બાળકોને સ્કૂલેથી પહોંચાડ્યા ઘરે – ક્લિક કરીને વાંચો અહેવાલ

આપણા મગજમાં પોલીસની હંમેશા ખરાબ છાપ જ રહી છે. ત્યારે આજે વડોદરા પોલીસે અનોખું કામ કરી પ્રજા વચ્ચે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે દોડતા અને ક્ષમતા કરતા વધારે બાળકોને વેનમાં ભરતા પોલીસે લાલ આંખ કરી હતી.


પોલીસે લાલ આંખ કરતા વેનવાળા અચાનક જ 2 દિવસની હડતાલ પર ઉતર્યા ગયા હતા. ત્યારે બાળકોને શાળાએ જવામાં કોઈ તકલીફ ના પડે આ માટે પોલીસ બાળકોની વ્હારે આવ્યા હતા.વાહનચાલકોની હડતાલને પગલે પોલીસે અલગ-અલગ ટિમો બનાવી બાળકોને શાળાએ પહોંચાડ્યા હતા. આજે શહેરભરમાં પોલીસ કર્મીઓ તેના વાહનો પર બાળકોને બેસાડી સ્કૂલે મુકવા જતા નજરે લોકોમાં કુતુહુલ જોવા મળ્યું હતું.

વાહન ચાલકોની દાદાગીરી સામે પોલીસે ગાંધીગીરી કરી હતી.વાહનચાલકોની હડતાળના પગલે શાળાએ પહોંચવામાં મોડું ન થાય ત્યારે વડોદરા ટ્રાફિક પોલીસે પોતાની 62 મોટરસાયકલ, 41 PCR વાન અને 10 સરકારી જીપોનો ઉપયોગ કરી અંદાજે 250 વિદ્યાર્થીઓને શાળાએ પહોંચાડી અનોખી કામગીરી કરી હતી. વાલીએ પણ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી.

ઇન્ટરનેટ પર મળેલ માહિતી અનુસાર વડોદરા ટ્રાફિક પોલીસના SPએ જણાવ્યું હતું કે, શહેરમાં આજે સવારથી 92 પોલીસ અધિકારી પેટ્રોલિંગમાં હતા. વેનની હડતાળના પગલે બાળકોને સ્કૂલે પહોંચાડવા અને ઘરે પરત મોકલવા માટે પોલીસ પોતાના વાહન પર બાળકોને મુકવા ગયા હતા. અને વધુમાં જણાવ્યું હતું કે, વાહનચાલકોની હડતાળને પગલે પોલીસ બાળકોને શાળાએ લેવા અને મુકવા જશે. વધુમાં જણાવ્યું હતું કે,બધા જ વાનચાલકોએ સરકારના પરીપત્ર મુજબ તમામ ધારાધોરણનું ચુસ્તપણે પણ કરવાનું રહેશે. અને આ હડતાલનો સુખદ અંત લેવાનો પ્રયાસ કરીશું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks