વડોદરા દુષ્કર્મ કેસમાં LCBને મળી મોટી સફળતા, આખરે પકડાઇ ગયો આ વ્યક્તિ

હાલ વડોદરાનો દુષ્કર્મ કેસ સમગ્ર જગ્યાએ ચર્ચાનો વિષય બન્યો છે અને પોલિસ પણ આ કેસની ઝડપી તપાસ કરી રહી છે, જો કે આ મામલે હજી સુધી કોઇ મહત્વની કડી પોલિસના હાથે લાગી ન હતી પરંતુ હવે ખબર છે કે આ મામલે એક મહત્વની કડી પોલિસના હાથે લાગી છે જે યુવતિની સાયકલ અને સિક્યોરિટી ગાર્ડ છે. રેલવે લોકલ ક્રાઇમ બ્રાંચને પીડિત યુવતિની સાયકલ શોધવામાં સફળતા મળી છે. આ સાયકલ સિક્યોરિટી ગાર્ડ પાસે મળી આવી છે અને હવે પોલિસે તેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.

આ સિક્યોરિટી MD સિક્યોરિટીમાં કામ કરે છે અને તેનું નામ મહેશ રાઠવા છે. આ સાયકલ પુનિતનગર નજીક એક પ્રાઇવેટ ક્વાર્ટ્સમાંથી મળી આવી છે. મહેશ રાઠવા નામના સિક્યોરિટી ગાર્ડે સાયકલને બંધ મકાનમાં રાખી હતી જે 10 વર્ષથી બંધ હતુ અને સાયકલને ઝાડીઓમાં સંતાડી દેવામાં આવી હતી. તેના બે ટાયર પણ કાઢી નાખવામાં આવ્યા હતા.

ઘટનાની વિગત તપાસીએ તો, વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડ પર એક યુવતિ સામૂહિક બળાત્કારનો ભોગ બની હતી અને તે બાદ પોલિસે અનેક CCTV ફુટેજ ખંગાળ્યા હતા અને ઘણી બધી તપાસ કરી હતી, જેમાં એક સિક્યોરિટી ગાર્ડ પર પોલિસને શંકા હતી અને આખરે હવે તેની અટકાયત થઇ ગઇ છે. પોલિસ પૂછપરછમાં મહેશે જણાવ્યુ હતુ કે તેને આ સાયકલ વેક્સિન ગ્રાઉન્ડમાંથી મળી આવી હતી અને તે બાદ તેણે આ સાયકલના ટાયર કાઢી તેને સંતાડી દીધા હતા. રેલવે પોલિસની આ તપાસમાં ક્રાઇમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઇ હતી અને આ સાથે સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના બે પીઆઇની ટીમ પણ તપાસમાં જોડાયેલી છે.

આ કેસમાં પોલિસ 500થી વધુ CCTV ફુટેજ ચેક કરી ચૂકી છે. આ સહિત 350થી વધુ રિક્ષા ડ્રાઇવર સહિત 800 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. તો પણ હજી સુધી બે નરાધમ કે જેણે આ યુવતિને પોતાની હવસનો શિકાર બનાવી તેમની કોઇ ભાળ મળી નથી. આથી 9 સિનિયર પોલિસ અધિકારીની પસંદરી કરી અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

Shah Jina