ખબર

ગુજરાતના વધુ એક યુવાને સરહદ પર શહાદત વ્હોરી, જુવાનજોધ પુત્રનું અવસાન થતા પરિવારજનો શોકમાં ગરકાવ

ગુજરાતના વધુ એક માતૃભૂમિના રક્ષણ કાજે શહાદતે વ્હોરી છે. આસામ ખાતે વડોદરાના એક યુવાને પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયા છે. પરિવાર જનોને આ દુઃખદ ઘટનાની જાણ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા અને હાલમાં આસામમાં બીએસફમાં ફરજ બજાવતા સંજય સાધુ નામના યુવાનનું પેટ્રોલિંગ દરમિયાન શાહિદ થયા હતા. બીએસએફના અધિકારીઓએ રવિવારે રાતે 10 વાગ્યાની આસપાસ આ દુઃખદ ઘટના અંગે પરિવારજનોને જાણ કરી હતી. શહીદ જવાનના સમાચાર મળતા પરિવારજનો અને મિત્રમાં આભ તૂટી પડ્યું છે. પરંતુ સંજય કેવી રીતે શહિદ થયો તે હજુ સુધી જાણી શકાયું ના હતું.

Image Source

સંજય સાધુને સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો છે. જેઓ ગાંધીનગર રહે છે. વાર તહેવારે તે વડોદરા આવતા-જતા રહે છે. સંજય સાધુના પિતા પણ પોલીસ કર્મચારી હતા જેઓનું ત્રણ વર્ષ પહેલા જ અવસાન થયું હતું. ત્યારે જુવાનજોધ પુત્રનું અવસાન થતા પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે. મંગળવારે શહીદના પાર્થિવદેહને વડોદરા લઇ આવવામાં આવશે. જ્યાં તેની અંતિમ વિધિ કરવામાં આવશે.

જણાવી દઈએ કે ગત મહિને વડોદરાના આરીફ પઠાણે જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયરમાં થયેલા ગોળીબારમાં શહાદત વ્હોરી હતી. ત્યારે વધુ એક યુવાને શહીદી વ્હોરી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks