Vadodara: ગોત્રી વિસ્તારમાં રહેતા દંપતીનું રહસ્યમય મોત, માતા-પિતાનાં મૃતદેહ પાસે અઢી વર્ષનો પુત્ર રમતો હતો, પત્નીના ગળામાં નિશાન મળ્યા

Vadodara couple death case : ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કે રહસ્યમય રીતે મોતના મામલા સામે છે, ત્યારે હાલમાં વડોદરામાં વડાપાંઉની લારી ચલાવતા એક યુવક અને તેની પત્નીનો મૃતદેહ ઘરમાંથી મળી આવ્યો. આ ઘટનાને લઇને ચકચારી મચી ગઇ છે. હાલ તો આનું કારણ કૌટુંબિક ઝઘડાનું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, માતા-પિતાના આપઘાત બાદ અઢી વર્ષનું બાળક હવે એકલું પડી ગયુ છે અને તેણે માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

એવું કહેવાઇ રહ્યુ છે કે આશિષ રાણેએ પહેલા પત્ની આરતી રાણેની હત્યા કરી અને પછી પોતે આપઘાત કરી લીધો. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના ગોત્રી વિસ્તારમાં શિવાલય હાઈટ્સમાંથી પતિ-પત્નીના મૃતદેહ વચ્ચે રમતું અઢી વર્ષનું બાળક મળી આવ્યુ. આશિષ વડાપાંઉની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને પ્રાથમિક તપાસ અનુસાર તેણે પહેલા તેની પત્નીની હત્યા કરી અને પછી પોતે પણ આપઘાત કરી લીધો. જો કે, આ ઘટનાને લઇને દંપતીના એઢી વર્ષના બાળકે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક શિવાલય હાઈટ્સ પહોંચી હતી, જ્યાં પતિ-પત્નીના મૃતદેહ વચ્ચે બાળક રમતુ મળી આવ્યુ હતું. પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે પણ મૃતક વડાપાંઉની લારી પર જાય ત્યારે ઘરે તાળું મારીને પત્નીને અંદર પૂરીને જતો. છેલ્લા ઘણાં સમયથી પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હોવાનું સામે આવ્યુ છે, આશિષ વડાપાંઉની લારી ચલાવવાની સાથે બીજી જગ્યા પર નોકરી પણ કરતો હતો.

Shah Jina