સંસ્કારી નગરી વડોદરામાં કળયુગી માતાએ 6 વર્ષના દીકરાનો જીવ લઈને ગજબ ભેજું દોડાવ્યું, કારણ સાંભળીને મગજ ઘૂમી જશે

આ છે કળયુગી માતા, 6 વર્ષના માસુમ દીકરાની હત્યા કરી નાખી, કારણ સાંભળીને મગજ ફરી જશે

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર જમીનની લાલચમાં તો ઘણીવાર પ્રેમ સંબંધમાં કોઇ વચ્ચે આવવાને કારણે તો ઘણીવાર કોઇ અન્ય લાલસાને કારણે હત્યા કરી નાખવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં વડોદરામાંથી એક કિસ્સો સામે આવ્યો, જેમાં એક માતાએ તેના 6 વર્ષના દીકરાની એટલા માટે હત્યા કરી નાખી કારણ કે તેને તેના પ્રેમીને મળવામાં સહેલાઇ પડે. આ ઘટનાને લઇને ચકચાર મચી જવા પામી છે. આ કેસમાં પોલિસે આરોપી પ્રેમી અને માતાની ધરપકડ કરી છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

ઘટનાની વિગત જોઇએ તો, વડોદરાના સાવલીના પાસવા ગામે રહેતી સુમિત્રા બે બાળકોની માતા છે, તેના લગ્ન 8 વર્ષ પહેલા મુકેશભાઇ સાથે થયા હતા. પરંતુ તેને તેનું પિયર જ્યાં હતુ ત્યાંના કિશન સાથે એક વર્ષથી પ્રેમ સંબંધ ચાલતો હતો. તે તેના પ્રેમ સંબંધને કારણે બાળકોનું ધ્યાન પણ રાખતી ન હતી અને પ્રેમીને મળવા માટે વારંવાર પિયર પણ જતી રહી હતી. આ બધી વાતોને કારણે પતિ-પત્નીના સંબંધોમાં કડવાશ રહેતી. આરોપી સુમિત્રાએ 26 જૂનના રોજ તેના પતિ મુકેશને કહ્યુ, ઘરમાં મીઠું ખૂટી ગયું છે, લઈ આવો.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

જે બાદ તે લેવા ત્યારે પરિણીતાનો પ્રેમી કાર લઇને તેને મળવા આવ્યો અને આ દરમિયાન ગામ લોકો જોઈ જતા ગામના યુવકોએ તેને પકડી પાડ્યો હતો અને તેને ઘરે લઇ આવ્યા હતા. ગામના અગ્રણીઓએ આ બાબતે સુમિત્રાના માતા-પિતાને જાણ કરી અને માતા-પિતાએ પોતાની દીકરીને ઘર સંસાર માંડવા સમજાવી. પરંતુ ત્રણેક દિવસ પહેલા સવારમાં ઉઠીને જારે તેનો પતિ નોકરી જવા તૈયાર થઇ રહ્યો હતો ત્યારે પતિએ તેને પરપુરૂષ સાથે અનૈતિક સંબંધો ન રાખવા સમજાવી અને ઠપકો આપ્યો.

આ દરમિયાન સુમિત્રાએ કહ્યું કે, તારાથી થાય એ કરી લે હું બધાને પૂરા કરી દઈશ અને કિશન સાથે ઘર બાંધીશ, તું અહીંથી નીકળી જા આવું કહેતા પતિ નોકરીએ જતો રહ્યો હતો. પ્રેમીને મળવા જતા સમયે પરણિતાને તેનો 6 વર્ષનો દીકરો આંખના કણાની જેમ ખૂંચતો હતો અને અવરોધરૂપ બનતો હતો તેથી બપોરના સમયે આરોપી માતાએ નિર્દયી રીતે પોતાના જ પુત્રની ગળુ દબાવી હત્યા કરી દીધી. જે બાદ તેણે ઘર પાછળ આવેલ ખેતરમાં કેનાલ પાસે આવેલા થાંભલામાં ખૂબ જ નિર્દયતાથી પોતાના પુત્રનું માથુ ફસાવી દીધું અને હત્યાને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો.

પરંતુ ખેતરમાં રહેલા લોકોને આ વાતની ખબર પડતા તેમણે પોલિસનો સંપર્ક કર્યો અને આ બનાવી જાણ પણ કરી. પોલિસે આ કેસની તપાસ કરતા બંને આરોપીઓની ધરપકડ કરી હતી. હાલ પોલિસે બાળકની લાશ કબ્જે કરી છે અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલિસે બંનેના રિમાન્ડ મેળવવા તજવીજ પણ હાથ ધરી છે.

Shah Jina