વડોદરા : નોકરી ગયેલી 19 વર્ષિય યુવતિની લાશ કેનાલમાંથી મળી આવતા ચકચાર, પરણિત પુરુષ સાથે…

પરણિત પુરુષ સાથે વડોદરાની 19 વર્ષિય યુવતિનો હતો પ્રેમ સંબધ, કેનાલ પર બેઠા હતા ત્યારે જ થયુ એવું કે…દીકરીની લાશ ઘરે આવી

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાત સહિત રહસ્મય મોતના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં વડોદરાના આમલીયારા ગામમાંથી એક કિસ્સો સામે આવ્યો, જેમાં ગુમ થયેલી એક યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ. નોકરી ગયેલી પ્રેરણા શર્માનો મૃતદેહ છાણી કેનાલમાંથી મળી આવ્યો હતો. યુવતી તેના પરણિત મિત્ર સાથે બાઈક પર ઘરેથી નીકળી હતી અને તે નોકરીએથી પરત ન ફરતા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પરિવાર દ્વારા જાણવાજોગ અરજી કરાઇ હતી.

આ દરમિયાન યુવતીનો મૃતદેહ કેનાલમાંથી મળી આવતા પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. પરિણીત અભય પર પ્રેરણાની હત્યા કરી હોવાનો પરિવાર દ્વારા લગાવવામાં આવ્યો છે. જ્યારે પોલિસે ફરિયાદ નોંધાયા બાદ તપાસ કરી તો યુવક ઘરે તાળું મારીને ગુમ થયાનું જાણવા મળ્યું. આ મામલે પરિવારે પોલિસ પર આક્ષેપ કર્યો છે કે તે જરોદ પોલીસની બેદરકારીના કારણે યુવતીની હત્યા થઈ છે. પરિવારજનો અનુસાર, જરોદ પોલીસે 4 દિવસ સુધી ધક્કા ખવડાવ્યા અને દીકરીને શોધવા મદદ માંગી તો બાપોદ પોલીસ સ્ટેશન મોકલ્યા.

બાપોદ પોલીસને અભય વિરુદ્ધ પુરાવા આપ્યા હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. જો કે, જરોજ પોલીસે અભયને ઝડપી પાડ્યા બાદ તેણે જણાવ્યું કે, પ્રેરણાનો કેનાલમાં મોબાઇલ ફોન પડી ગયો હતો અને તે લેવા ગઇ હતી, પણ તે કેનાલમાં ઉતરી તો તણાઇ ગઇ અને તેની લાશ છાણી નજીકથી નર્મદા કેનાલમાંથી મળી આવી. અભયની પત્નીએ જરોદ પોલીસ મથકમાં અરજી આપી હતી કે, પતિ અભય અનૈતિક સંબધોના કારણે વિવાદમાં આવી જતા તે જતા રહ્યા છે અને ઘરે પરત આવ્યા નથી.

જરોદ પોલીસે સતત અભયના મોબાઇલ ફોન પર વોચ રાખી તે મધ્યપ્રદેશ ફરાર થઇ જાય એ પહેલા જ તેને ઝડપી લીધો. અભયે જણાવ્યું કે, તેના પ્રેરણા શર્મા સાથે છેલ્લા દોઢ-બે વર્ષથી પ્રેમ-સંબધ હતા અને તેઓ 20 તારીખે કેનાલ પર બેઠા ત્યારે દસેક દિવસ પહેલાં ખરીદેલો મોબાઇલ ફોન કેનાલમાં પડી જતા પ્રેરણા ફોન લેવા નીચે ઉતરી પણ ત્યારે તેણે કહ્યુ કે, હમણા દસ દિવસ પહેલા જ ફોન લીધો છે જો નહિં મળે તો પપ્પા લડશે, મને તરતા આવડે છે.

જો કે, પ્રેરણા ફોન લેવા ઉતરી ત્યારે તે તણાઇ ગઇ. અભયે જણાવ્યુ કે, મેં તેને બચાવવાનો પ્રયાસ પણ કર્યો અને ત્યાં આવી પહોંચેલી બે મહિલાઓએ પણ તેને બચાવવાનો પ્રયાસ કર્યો પણ પ્રેરણા વહેતા પાણીમાં તણાઇ ગઇ. જ્યારે પ્રેરણા લાપતા થઇ ગઇ ત્યારે હું ગભરાઇ ગયો અને જતો રહ્યો. પ્રેરણાની લાશ ડીકંપોઝ થઇ ગઇ હોવાથી તેની ઓળખ પરિવારે કપડાં, કાનની બુટ્ટી અને ગળમાં પહેરેલી પેન્ડલવાળી ચેન પરથી કરી હતી.

પ્રેરણાના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે એફ.એસ.એલ.ની પણ મદદ લેવામાં આવી છે અને તેના વિસેરા સુરત ખાતે મોકલી અપાયા છે. હવે પ્રેરણા શર્માના મોતનું ચોક્કસ કારણ તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. પ્રેરણાની 19 વર્ષની હતી અને તેણે ધોરણ-10 સુધી અભ્યાસ કર્યો હતો. તે છેલ્લા દોઢેક વર્ષથી સયાજીપુરા ખાતે આવેલી મસાલા બનાવતી નિર્મલ ફૂડ પ્રોડક્ટ કંપનીમાં નોકરી કરતી હતી. પ્રેરણાને 16 વર્ષની દીકરી અને 11 વર્ષના દીકરાનો પિતા અભય પલાસ રોજ લેવા માટે અને નોકરી બાદ મૂકવા માટે આવતો. ત્યારે હાલ તો પોલીસે અભયને ઝડપી તેની અલગ-અલગ એંગલથી ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી છે.

Shah Jina