વડોદરામાં એક યુવક ઇન્સ્ટાગ્રામમાં પરણીતાને પટાવી ગયો, પરિણીતા હોટેલમાં ગઈ પછી થયું બહુ જ ખરાબ

ગુજરાતમાંથી ઘણીવાર દુષ્કર્મ સહિત મહિલાઓની છેડતી કે પછી તેમને બ્લેકમેઇલ કરવાના કિસ્સાઓ સામે આવે છે. કેટલીકવાર આવા કિસ્સાઓ સામે આવતા ચકચારી પણ મચી જતી હોય છે. ત્યારે હાલમાં વડોદરામાંથી આવો કિસ્સો સામે આવ્યો છે. તરસાલી વિસ્તારમાં રહેતી એક પરિણીતાને ઇન્સ્ટ્રાગ્રામ પર એક યુવાન સાથે મિત્રતા કરવી ભારે પડી હતી. મિત્રતા થયા બાદ તેઓ એકબીજાને મેસેજ કરતા અને બંને અવારનવાર મળતા પણ હતા. એક દિવસ બંને હાઇવે પર હોટલ ખાતે મળ્યા અને તે સમયે યુવાને પરિણીતા સાથેના અંગત પળોના ફોટા પાડી લીધા અને જ્યારે પરિણીતાએ આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવાની વાત કરી તો યુવાને પરણિતાને તેના અંગત ફોટો પતિને બતાવી દેવાની ધમકી આપી સબંધ બાંધવા મજબૂર કરી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ અંગે જ્યારે પરણિતાએ તેની માતાને ફરિયાદ કરી તો તેમણે પુત્રને સમજાવવાના બદલે તેની સાથે સંબંધ રાખવા દબાણ કર્યું. જે બાદ આખરે પરિણીતા પાસે કોઇ રસ્તો ન રહેતા તેણે મકરપુરા પોલીસ મથકમાં યુવાન અને તેની માતા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, તરસાલી વિસ્તારમાં પરિવાર સાથે રહેતી પરણિતાના લગ્ન 6 વર્ષ પહેલાં થયા હતા અને આ લગ્નથી તેને એક પુત્ર પણ છે. સપ્ટેમ્બર-2022માં તેના ઇન્સ્ટાગ્રામ પર કરણ નામના એક છોકરાએ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી અને તેણે એક્સેપ્ટ કર્યા બાદ અને મિત્રતા થયા બાદ કરણે મોબાઇલ નંબર માંગ્યો હતો.

જો કે,આ દરમિયાન પરણિતાએ તેનો નંબર આપી પણ દીધો હતો. તે બાદ બંને વચ્ચે મેસેજ શરૂ થયા અને વાતચીત પણ શરૂ થઇ. પરણિતા અને કરણ વચ્ચે મોબાઇલ ફોન પર મેસેજ અને વાતચીત શરૂ થતાં મિત્રતા વધુ ગાઢ બની અને સપ્ટેમ્બર-2022થી ડિસેમ્બર-2022 દરમિયાન પરણિતા કરણને મળવા માટે લાલબાગ ગાર્ડન તેમજ બરોડા ડેરી પાસે જતી. ત્યારે એક દિવસ બંને તરસાલી હાઇવે પરની એક હોટલ ખાતે મળ્યા અને તે સમયે કરણે પરણિતા સાથેના અંગત પળોના ફોટા પાડી લીધા. આ વાતથી પરણિતા અજાણ હતી અને તે બાદ પરણિતાને અહેસાસ થયો કે કરણ મિત્રતાની આડમાં શારીરિક, માનસિક અને આર્થિક શોષણ કરવા માંગે છે.

જે બાદ પરણિતાએ કરણ સાથે સંબંધ કાપી નાખવાનો વિચાર કર્યો અને કરણને સંબંધ પર પૂર્ણ વિરામ મૂકવા માટે જણાવ્યું. પણ જયારે પરણિતાએ સબંધ કાપી નાખવાની વાત કરી તો કરણ તેના અસલી રૂપમાં આવી ગયો અને તેણે પરણિતાને ધમકી આપી કે જો તું મારી સાથ સબંધ નહીં રાખે તો હું આપણા અંગત પળોના ફોટા અને આપણે મોબાઇલ વોટ્સએપ ઉપર મેસેજ દ્વારા થયેલી વાતચીત તારા પતિને મોકલી દઇશ અને સમાજમાં બદનામ કરી દઇશ. જે બાદ ગભરાઈ ગયેલી પરણિતાએ આ ઘટનાની જાણ પતિને કરી અને તે બંને વચ્ચે ઝઘડો પણ થયો.

જે બાદ પરણિતાએ કરણ દ્વારા જે હેરાનગતિની કરવામાં આવતી હતી તેની વાત કરણની માતાને કરી પણ તેમણે પુત્રને સમજાવવાને બદલે પરણિતા સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યુ અને કહ્યુ કે- મારા પુત્ર કરણ તારે સબંધ રાખવા પડશે, નહીં તો મારો પુત્ર તને સમાજમાં બદનામ કરી દેશે. આ વાતનું નિરાકરણ ન આવતા તેણે ફરી પોતાના પતિને વાત કરી અને પછી પરણિતાએ કરણને પણ સમજાવવા માટે પ્રયાસો કર્યાં. પણ કરણ એકનો બે થયો ન થયો અને તે સતત પરણિતાનો પીછો કરતો, રસ્તામાં રોકી તેને ધમકી આપતો કે, જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો આપણા અંગત પળોના ફોટા અને મેસેજ વાયરલ કરી દઇશ.

ડિસેમ્બર-2022ના અંતમાં કરણ તેના પિતાના મોબાઇલ પરથી ફોન કરી પણિતાને બેફામ અપશબ્દો બોલ્યો અને તેના પતિ તેમજ માસુમ પુત્રને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. જે બાદ એકવાર સવારના સમયે પતિની ગેરહાજરીમાં તે પરણિતાના ઘરે પહોંચ્યો અને તેને ઘરની બહાર બોલાવી સંબંધ રાખવા માટે ધમકી આપી. તે બાદ આખરે પરણિતાએ કંટાળી પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા અને કરણ સામે ફરિયાદ નોંધાવી. પોલીસે પણ ફરિયાદના આધારે કરણ અને તેની માતા સામે ગુનો દાખલ કર્યો અને કાર્યવાહી હાથ ધરી.

Shah Jina