ખબર

વડોદરાના આ રહેવાસી રસ્તા પર બેસીને ટ્રાફિકને પરેશાન કરીને કોઈ પણ ભોગે હેલ્મેટ નહિ જ પહેરે, જુઓ વીડિયોમાં કેવી બબાલ કરી

1 નવેમ્બરથી અમલી બનેલા ટ્રાફિકના નવા નિયમોનો ગુજરાતના દરેક શહેરમાં ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા હવે કડક અમલ શરુ કરવામાં આવ્યો છે. ત્યારે વડોદરામાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા નવા ટ્રાફિક નિયમનના અમલ માટે જુદા-જુદા જંકશનો પર ટિમો ગોઠવી દેવામાં આવી છે. આ ટિમો દ્વારા નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો પાસેથી દંડ પણ વસુલવામાં આવી રહ્યો છે.

Image Source

ત્યારે સોમવારના રોજ જયારે ટ્રાફિક પોલીસ પોતાની કામગીરી કરી રહી હતી એ સમયે વિરોદની એક વિચિત્ર ઘટના ઘટી હતી. શહેરના કાલાઘોડા સર્કલ પાસે ટ્રાફિક પોલીસ પોતાની રાબેતા મુજબની કામગીરી કરી રહી હતી, ત્યારે એક યુવકની બાઈક જપ્ત કરતા તેના પિતાએ રોડ પર બેસી જઈ વિરોધ નોંધાવ્યો હતો. વાહનોની અવર-જવરવાળા આ મેઈન રોડ પર યુવકના પિતાએ બેસીને સુઈ જઈને વિરોધ કર્યો હતો જેના કારણે ત્યાંથી પસાર થતા લોકો આકર્ષાયા હતા અને લોકોની ભીડ જામી ગઈ હતી. જો કે આ પછી પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Image Source

આ ઘટના એમ છે કે સોમવારના રોજ જલ્પેશ શાહ નામનો આ યુવક હેલ્મેટ પહેર્યા વિના બાઈક ચલાવી રહ્યો હતો, ત્યારે ટ્રાફિક પોલીસે તેને રોક્યો હતો. જલ્પેશે તે હેલ્મેટ નહિ પહેરે એમ કહીને પોલીસ સાથે ઝઘડો પણ કર્યો હતો. ટ્રાફિક પોલીસે વાહન અંગેના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન થતું જણાઈ આવતા બાઈક જપ્ત કરી હતી. આ વાતની જાણ જલ્પેશે તેના પિતાને કરતા તેના પિતા તુષારભાઈ શાહ પણ સ્થળ પર દોડી આવ્યા હતા.

તુષારભાઈએ પણ હેલ્મેટ અને નવા ટ્રાફિક નિયમનનો વિરોધ કરીને દંડ નહિ ભારે એમ કહીને ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી કરી હતી. સાથે જ તેઓ રસ્તા પર સુઈ ગયા હતા, જેથી ત્યાં ઉત્તેજના ભર્યો માહોલ બન્યો હતો. એક કલાક સુધી ભારે હોબાળો મચ્યો એ પછી રાવપુરા પોલીસે પિતા પુત્રની અટકાયત કરી ગુનો પણ નોંધ્યો હતો.

Image Source

દરમ્યાન તુષારભાઈએ ટ્રાફિકના કાળા કાયદાનો વિરોધ કર્યો હતો. તેમને સાથે જ એમ પણ કહ્યું હતું કે ‘તમે મારા ન મરવાની ગેરંટી લો તો હેલ્મેટ શું આખું કવર પહેરીને ફરું’. સાથે જ તેઓએ દંડ ન ભરવાની વાત પણ કરી હતી. પછી તેઓ બાઈક પાછું આપો એવી બૂમો પણ પાડવા લાગ્યા હતા. આ દરમ્યાન ધક્કામુક્કીના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેમાં તુષારભાઈનું શર્ટ થોડું ફાટ્યું તો એ વાત પર પણ તેમને ભારે હોબાળો કર્યો હતો કે આના રૂપિયા કોણ આપશે? સાથે જ તેઓ લોકોને પણ ઉશ્કેરી રહયા હતા કે જો લોકો તેમનો સાથ આપે તો તેઓ થોડા જ દિવસોમાં ટ્રાફિકનો નિયમ કઢાવી નાખશે. સાથે જ તેઓ સરકાર પર એવા આરોપ પણ લગાવી રહયા હતા કે સરકાર ટ્રાફિક પોલીસનો પગાર કાઢવા માટે નવો ટ્રાફિક નિયમન લાવી છે.

Video:Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.