લો બોલો… વડોદરામાંથી ઝડપાયો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો નકલી PA, ટ્રાફિક જવાનને કહ્યું, “તારી બદલ કરાવી દઈશ…” જાણો સમગ્ર મામલો

Vadodara Man Poses As Harsh Sanghvi Pa : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઘણું બધું નકલી સામે આવી રહ્યું છે. નકલી અધિકરીઓ, નકલી સરકારી ઓફિસો, પોલીસ સ્ટેશન, ટોલનાકા અને નકલી ખાદ્ય સામગ્રીની વસ્તુઓ પણ પકડાઈ રહી છે. ત્યારે આ દરમિયાન વડોદરામાંથી હર્ષ સંઘવીનો નકલી પીએ ઝડપાતા માહોલ ગરમાયો છે. પોલીસે આ મામલે 3 યુવકોની ધરપકડ કરી છે, જેમાંથી એક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો નકલી પીએ હોવાનું કહીને રોપ જમાવતો હતો.

હર્ષ સંઘવીનો પીએ હોવાનો રોફ ઝાડ્યો :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે ટ્રાફિક પોલીસ અને ટી આર બી જવાન સ્પીડ ગન દ્વારા રાહદારીઓ પર નજર રાખી હત્યા, તે દરમિયાન 3 યુવકો પોતાનું વાહન લઈને ત્યાં આવ્યા અને રસ્તા પર ઉભા રહ્યા, જેના બાદ પીસીઆરના કર્મીએ તેને પોતાનું વાહન હટાવી લેવાનું કહેતા જ યુવાનો ગુસ્સે ભરાઈ ગયા અને પીસીઆર વાનમાંથી પોલીસકર્મીની ફેટ પકડીને નીચે ઉતાર્યો હતો. પોલીસકર્મીએ જયારે યુવાનોને નશો કર્યો છે તેમ પૂછતાં જ એક યુવાને પોતે હર્ષ સંઘવીનો પીએ છે અને તારી બદલી કરાવી દઈશ એવી ધીમી આપી હતી.

નશો કર્યો હોવાનું પણ સામે આવ્યું :

આ દરમિયાન પીસીઆર કર્મી વાયરલેસ મેસેજ કરવા જતા જ ત્રણેય યુવાનો ભાગવાનો પ્રયાસ કરવા જતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલા ત્રણેય યુવાનોના નામ વરુણ પટેલ, આકાશ પટેલ અને પિનાકીન પટેલ છે. જે નશામાં હોવાનું જનતા પોલીસે કલમ લગાવી હતી. જેમાંથી વરુણ પટેલ નામના યુવકે પોતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો પીએ હોવાનું જણાવ્યું હતું, પરંતુ નશો ઉતર્યા બાદ તેને આવી કોઈ ઓળખ ના આપી હોવાનું રટણ કર્યું હતું.

પોલીસે કરાવ્યું રિકંસ્ટ્રક્શન :

ઝડપાયેલા ત્રણેય આરોપીઓમાંથી વરુણ પટેલ અને આકાશ પટેલ ખેતી કામ કરતા હોવાનું અને પિનાકીન પટેલ સેલ્સમેન તરીકે કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. આ મામલે હરણી પોલીસે ત્રણેય યુવકોને સાથી રાખી રિકન્સ્ટ્રેક્શન પણ કરાવ્યું હતું.  ત્યારે હાલ ગુજરાતમાંથી એક પછી એક આવી ઘટનાઓ સામે આવતા પોલીસ પણ હવે આવા ફેક લોકો વિરુદ્ધ લાલ આંખ કરી રહી છે.

Niraj Patel