બાલાજી રેસિડન્સીમાં રહેતા ભાઈ સિલીંગ ફેનમાં લટકી ગયા, જતા પહેલા કહ્યું, પલકને કાંઈ ન કરતા- જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના કિસ્સા સામે આવે છે, જેમાં પ્રેમ સંબંધ કે પછી માનસિક તણાવ અથવા તો વ્યાજખોરો કારણ હોય છે. છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરોના ત્રાસને કારણે અનેક યુવાનો આપઘાત કરી ચૂક્યા છે. ત્યા વધુ એક કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે.મૂળ પંજાબનો વતની અને વડોદરા બાલાજી રેસિડન્સીમાં રહેતો નિશાંતસિંહ સંધું યુનિવર્સિટીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. નિશાંતસિંહે તેના વડોદરા સ્થિત ઘરના બેડરૂમમાં પાઘડી બાંધવાના ગમછાથી ફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતા જ મકરપુરા પોલીસ દોડી આવી હતી અને નિશાંતસિંના મૃતદેહને નીચે ઉતારી પીએમ માટે મોકલાયો હતો.

જો કે, પોલિસે ઘટનાસ્થળની તપાસ કરી તો તેમને સુસાઇડ નોટ મળી આવી, જેમાં મૃતકે લખ્યું હતું કે વ્યાજખોરના ત્રાસથી તે આત્મહત્યા કરી રહ્યો છે. નિશાંતસિંહે હિન્દીમાં સુસાઇડ નોટ લખી હતી. જેમાં લખેલુ હતુ કે, હું નિશાંતસિંહ મારા હોશો હવાસમાં લખી રહ્યો છું કે હું મારું જીવન ખત્મ કરવા માગુ છુ. મારા આત્મહત્યાના બે કારણ છે. એક મોટુ કારણ એ છે કે મેં અક્ષય નામના છોકરા પાસેથી પૈસા લીધા હતા 20 હજાર, જેના વ્યાજ સહિત મેં તેને 32000 આપ્યા અને એમાંથી 5 હજાર પાછા આપી દીધા છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

બાકી પૈસા હવે મારી પાસે નથી. જ્યારે મારી પાસે પૈસા આવશે તો આપી દઇશ એવું કહ્યુ હતુ. અક્ષય તેને વાંરવાર કોલ કરતો અને તે પરેશાન થઇ ક્યારેક ક્યારેક ફોન ઉપાડતો નહિ અને જ્યારે પણ નિશાંતસિંહ ફોન ઉપાડ્તો ત્યારે અક્ષય ધમકી આપતો કે તારી ગાડી ભંગાર કરાવી દઇશ, આને લઇને હું ઘણો પરેશાન થયો અને તે બાદ સમજી વિચારી આત્મહત્યા કરી રહ્યો છું. મારુ ટુ વ્હીલર તેની પાસે છે અને હું પોલિસવાળાને રિકવેસ્ટ કરુ છુ કુ અક્ષય જેવા લોકોને માફ ના કરતા. અક્ષય 10-15% વ્યાજ વસૂલે છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

નિશાંતસિંહે તેની સુસાઇડ નોટમાં એમ પણ લખ્યું હતુ કે, તે પલક નામની છોકરીને પ્રેમ કરે છે અને તે નીતિન સક્સેના નામના નામના વ્યક્તિ સાથે મથુરામાં રહે છે. છેલ્લા ચાર દિવસથી મારી પલક સાથે વાતચીત થઇ નથી. હું પલકને સાચો પ્રેમ કરું છું. પણ તે મને નથી કરતી. હું તેના વગર જીવી નહિ શકું અને તેથી હું સુસાઇડ કરું છું અને મારી સુસાઇડની જાણ પલકને કરજો. પલકનો નંબર ના લાગે તો નીતિનને ફોન કરી તેની પાસેથી પલકનો નંબર મળશે. તેણે આગળ એવું લખ્યુ કે, પોલીસને રિક્વેસ્ટ છે કે પલકને કંઇ ના કરે.

મૃતકના પિતા

ઉલ્લેખનીય છે કે, આ મામલે મૃતકના પિતાએ જણાવ્યું કે, તેમને ત્રણ પુત્રો હતા, જેમાંથી બે સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અને એક એસ્ટ્રેલિયામાં સ્થાયી છે. નિશાંતસિંહનો કે એક જોડિયા ભાઇ છે જે ગાંધીનગર ખાતે સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેઓએ કહ્યુ કે, અમારી માગ છે કે, વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ન્યાય મળે. જણાવી દઇએ કે, નિશાંતસિંહના આપઘાતની જાણ આરોપીને થતા જ અક્ષય તેનું ટુ-વ્હીલર પરત તેના ઘરે મૂકી ગયો હતો.

Shah Jina