વડોદરામાં અધધધ કરોડોના ખર્ચે બનેલા આલીશાન વ્હાઇટ હાઉસ પર ચાલ્યું તંત્રનું બુલડોઝર, પળવારમાં જ ફેરવાઈ ગયું કાટમાળમાં…જુઓ વીડિયો

વડોદરામાં 100 કરોડની સરકારી જમીન પર બનાવાયેલા વૈભવી વ્હાઇટ હાઉસને તંત્રએ તોડી નાખ્યું, આ વ્યક્તિની કરી ધરપકડ… જુઓ

સરકારી જમીન પર બનેલા અવૈધ બાંધકામ પર છેલ્લા ઘણા સમયથી ઠેર ઠેર બુલડોઝર ચાલવાની પ્રક્રિયાઓ ચાલતી રહે છે. ત્યારે આ ક્રમમાં હવે વડોદરાનું આલીશાન વ્હાઇટ હાઉસ પણ આવી ગયું છે. આ વ્હાઇટ હાઉસ 100 કરોડની જમીન પર બાંધવામા આવ્યું હતું. જેના પર ગતરોજ બુલડોઝર ચલાવીને તોડી પાડવામાં આવ્યું. મામલતદાર દક્ષિણ દ્વારા વ્હાઇટ હાઉસ સમેત અન્ય ગેરકાયદેસર રીતે બાંધવામાં અવાયેલા મકાનો તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

કલેકટર પ્રશાસન દ્વારા આગાઉ બે વખત નોટિસ ફટકારીને સ્વૈચ્છિક રીતે અવૈધ સંપત્તિ તોડી આપવાનું જણાવામાં આવ્યું હતું. પરંતુ કોઈ જવાબ ના મળતા આખરે મહાનગર પાલિકાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણો તોડી પાડવા માટે પહોંચી હતી. આ વ્હાઇટ હાઉસની નજીક ડુપ્લેક્સ બનાવીને દસ્તાવેજ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે ત્રણ જેસીબીની મદદથી આ ઇમારતો તોડી પાડવામાં આવી.

કોર્પોરેશન દ્વારા આ ઇમારત તોડી પડ્યા બાદ તેના ખર્ચની વસૂલી પણ ભૂમાફિયા પાસેથી કરશે. આ મામલે સંજયસિંહ પરમાર નામના વ્યક્તિ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો પણ નોંધવામાં આવ્યો છે. જયારે કોર્પોરેશન ની ટીમો આ અવૈધ બાંધકામ તોડી રહી હતી ત્યારે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. ત્યારે હવે લોકોના મનમાં એ પણ સવાલ ઉભો થઇ રહ્યો છે કે બાંધકામ થયાના આટલા વર્ષો બાદ કેમ તંત્ર જાગ્યું ?

આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ભૂમાફિયા સંજયસિંહ પરમારની ધરપકડ પણ કરી લીધી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ મામલે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે અને સંજયને સાથે રાખીને કન્સ્ટ્રક્શન સાઈટ પર લઇ જવામાં આવ્યો હતો. જ્યાં પંચનામા સહીત વિવિધ દસ્તાવેજ પણ કબ્જે કર્યા હતા. ત્યારે તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સરકારી જમીન પર થયેલા ગેર કાયદેસર બાંધકામ વિશે 9 વર્ષથી તલાટીને પણ ખબર હતી.

Niraj Patel