ખબર

વડોદરામાં જાર્જરતી ઇમારત ધસી પડતા કામ કરતા મજૂરો દટાયા, વાંચો સમગ્ર અહેવાલ

વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી L&T કંપનીની એક ઇમારત ધરાશયી થતાં 8 મજૂરો દટાયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના છાની વિસ્તારમાં આવેલી L&T કંપનીની એક જર્જરિત ઇમારતને તોડવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન જ ઈમારતનો એક ભાગ ધસી પડતાં ત્યાં કામ કરતા 8 મજૂરો કાટમાળમાં દટાયા હતા.

આ મજૂરોમાં 1 મજૂરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, જયારે બીજા 2 મજૂરોને રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા, જયારે હજુ બીજા 5 મજૂરો હજુ કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે.

આ ઘટના ઘટ્યા બાદ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

આ ઇમારતને પહેલેથી જ ખાલી કરી દેવામાં આવી હતી અને આ ઇમારતનું અત્યારે તોડવાની જ કામગીરી શરૂ હટી એ દરમિયાન જ આ ઘટના ઘટી. આ ઘટનામાં કેટલા લોકોને ઇજા પહોંચી છે એનો હજુ કોઈ ચોક્કસ અઆંકડો માંડ્યો નથી.