વડોદરા : 10 દિવસ પહેલા ગુમ થયેલી યુવતીની લાશ માટીના ઢગલામાંથી મળી, ઇસ્માઇલે 35 વર્ષિય મિત્તલ સાથે 8 વર્ષથી ઇલુ ઇલુ…

પરિણીત મિત્તલે ઇસ્માઇલ લફડું કર્યું, મિત્તલ વાંરવાર રૂપિયા માંગતી તો ઇસ્માઇલે એવી ખતરનાક મોત આપી કે જાણીને ધ્રુજવા લાગશો

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હત્યાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. કોઇની અંગત અદાવતમાં તો કોઇની પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધમાં હત્યા કરી દેવામાં આવતી હોય છે. ઘણીવાર તો પૈસાની લેતી દેતી મામલે પણ હત્યા કરવામાં આવી હોવાના ખુલાસા થાય છે. ત્યારે હાલમાં હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે વડોદરાનો છે. વડોદરા શહેર નજીક આવેલ પોર GIDCમાં રહેતી એક પરણિતાને છેલ્લા સાત-આઠ વર્ષથી બીજા ધર્મના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમીએ અઢી લાખ રૂપિયા પરત આપવાના છેલ્લા વાયદે બોલાવી પરણિતાનું ગળું દબાવી હત્યા કરી નાખી.

એટલું જ નહિ આરોપીએ હત્યા કર્યા પછી લાશને માટીના ઢગલામાં દાટી દીધી. મૃતકનો પતિ તેની ગુમ થયેલ પત્નીને નવ દિવસથી શોધતો હતો અને આખરે વરણામા પોલીસે આ સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ કર્યો અને આરોપી પ્રેમીને ઝડપી લીધો. જણાવી દઇએ કે, વરણામાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ પોર ગામેથી 10 દિવસ પહેલા એક યુવતીની રહસ્યમય હાલતમાં ગળુ દબાવી હત્યા કરેલી હાલતમાં દાટી દેવાયેલ લાશ મળી હતી અને તે બાદ ભારે ચકચાર મચી ગઈ હતી.

ત્યારે 10 દિવસ પૂર્વે કરજણના ખેરડા ગામે રહેતા ઈસ્માઈલ ઈબ્રાહિમ પરમારે જ તેની પરણિત પ્રેમીકા મિત્તલ બાવળિયાનું ગળું દબાવી હત્યા કરી તેની લાશને દાટી દીધી હોવાનું સામે આવ્યુ. આ મામલે પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા નજીક આવેલ પોર GIDCમાં રહેતી 35 વર્ષિય મિત્તલ બાવળીયાને છેલ્લા સાત-આઠ વર્ષથી ઇસ્માઇલ સાથે પ્રેમ સંબંધ હતો અને મિત્તલ પરિણીત છે. તેના લગ્ન રાજુભાઇ બાવળિયા સાથે થયા હતા. પણ ઇસ્માઇલ સાથે પ્રેમ સંબંધ હોવાને કારણે મિત્તલે ઇસ્માઇલને અઢી લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા અને મિત્તલ તેને વારંવાર પરત માંગી રહી હતી. પણ ઇસ્માઇલ રુપિયા પરત આપવાને બદલે વાયદા કરતો હતો.

ત્યારે મિત્તલના રૂપિયાની માંગણી વધતા આખરે આરોપી ઇસ્માઇલે તેની હત્યાનું કાવતરું ઘડ્યુ અને મિત્તલને રૂપિયા પરત કરવા માટે છેલ્લો વાયદો માંગ્યો. મિત્તલે પણ ઇસ્માઇલ પર ભરોસો કર્યો પણ ઇસ્માઇલના મનમાં તો ખોટ હતી. ઇસ્માઇલ 22 જાન્યુઆરીએ સાંજે મિત્તલ પાસે પહોંચ્યો અને તેને બાઇક પર બેસાડી પોર GIDC પાસે કાશીપુરા-સરાર રોડ પર આવેલ રમણગામડી ગામની સીમમાં ખુલ્લી જગ્યા પર લઇ ગયો અને ત્યાં તેણે મિત્તલને માટીના ઢગલા પર ધક્કો મારી નીચે પાડી દીધી. તે બાદ તેણે મિત્તલનું ગળું દબાવ્યુ અને તેની હત્યા કરી દીધી.

હત્યા બાદ તેણે મિત્તલની લાશને માટીના ઢગલામાં દાટી દીધી. 22 જાન્યુઆરીએ મોડે સુધી મિત્તલ ઘરે ન મળતા તેના પતિ રાજુભાઇએ તેની શોધખોળ કરી પણ તે ન મળતા આખરે રાજુભાઇએ વરણામા પોલિસને પત્નીના ગુમ થયા અંગેની અરજી આપી. જે બાદ પોલિસે તપાસ કરી અને પૂછપરછ શરૂ કરી તો પોલીસને જાણવા મળ્યું કે ઇસ્માલ તેને બાઇક પર બેસાડી લઇ ગયો હતો. તે બાદ ઇસ્માઇલની પૂછપરછ કરતા પહેલા તો તેણે કંઇ જાણતો ન હોવાનું નાટક કર્યુ. પણ પોલીસે સઘન પૂછપરછ હાથ ધરતા તેણે મિત્તલની હત્યા કરી હોવાનું અને લાશ માટીના ઢગલમાં દાટી હોવાનું કબૂલ્યું.

Shah Jina