વડોદરા લવજેહાદ: ભાણીયાએ દુષ્કર્મ કાર્ય પછી માસીએ એ કર્યું એ જાણીને રુવાડા ઉભા થઇ જશે

વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાનુ થોડા દિવસ પહેલા અપહરણ અને તેના સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. મુસ્લિમ યુવક મયુદ્દીન ઉર્ફે મયૂર સગીરાનું અપહરણ કરી તેને રાવલિયા ગામ લઇ ગયો હતો અને સંબંધીને ત્યાં રોકાયો હતો. તે લગ્ન કરવાના ઇરાદે સગીરાનું અપહરણ કરીને લઇ ગયો હતો અને તે મોડી રાત્રે તેને લઈને પાવાગઢ અને બાસ્કા પણ ફર્યો હતો, ત્યાં તેણે અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, 15 વર્ષિય સગારીનું અપહરણ કરી તેના સાથે દુષ્કર્મ આચરનાર આરોપી પોલિસની પકડમાં છે. તેના 15 તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. પોલિસે આરોપીની માસીને હાલોલથી ઝડપી પાડી હતી, તેણે આ બંનેને આશરો આપ્યો હતો અને સગીરાના કપડા પણ સળગાવ્યા હતા.

હાથીખાના બજારમાં મજૂરી કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના મયુદ્દીનની સગીરા પર દાનત બગડી હતી. તેણે એક મહિના પહેલા સગીરાના ઘરમાં ઘૂસી અડપલા કર્યા અને 2 જૂનના રોજ તેનું અપહરણ કર્યુ હતુ. આ ઘટના અંગે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી અને આરોપીએ 8 દિવસ સગીરાને પંચમહાલમાં રાખી તેની સાથે દુષ્કર્મ કર્યુ હતુ,

આ હકિકત તેણે પોલિસને જણાવી તે બાદ સગીરાને લઇ તે માસીના ઘરે ગયો ત્યાં માસીએ સગીરાએ પહેરેલ કપડા સળગાવ્યા હતા અને સાબિતીનો નાશ કર્યો હતો. પોલીસે કલમ 114, 201, પોક્સો એક્ટની કલમ 16 અને 17નો ઉમેરો કરી માસીને પણ મદદ કરવા બાબતે ઝડપી પાડી હતી. પોલીસે તેના ઘરમાંથી આરોપીએ ઉપયોગમાં લીધેલી ગોદડી કબજે લીધી હતી.

Shah Jina