વડોદરામાં બળજબરીપૂર્વક યુવતી સાથે નિકાહ પઢ્યા, બે વખત ગર્ભપાત પણ કરાવ્યો, સસરાએ પેટમાં મારીને પછી….

વડોદરામાં લવ-જેહાદનો કેસ પરત ખેંચીને પતિ સાથે રહેવા ગયેલી યુવતી સાથે બહુ જ ખરાબ થયું, સસરાએ પેટમાં લાતો મારી ને પછી….

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી લવ જેહાદના કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં બીજા ધર્મના યુવક દ્વારા પોતાની ઓળખ છુપાવી હિંદુ યુવતિને પોતાની જાળમાં ફસાવવામાં આવે છે અને પછી લગ્નની લાલચ આપી ઘણીવાર બળજબરી સંબંધ પણ બાંધવામાં આવે છે. જો કે, ઘણા કિસ્સાઓમાં તો બળજબરી ધર્માંતરણ પણ કરાવવામાં આવતુ હોય છે. ત્યારે હાલમાં લવ જેહાદનો એક કિસ્સો વડોદરાના ગોત્રી પોલિસ સ્ટેશનમાં નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે અને તેના ત્રણ દિવસ બાદ જ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં પહેલો કેસ નોંધાયો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

જો કે, થોડા સમય પછી યુવતીએ ફરિયાદ પરત ખેંચી લીધી હતી. એક યુવતિએ બીજા ધર્મના યુવક સાથે શારીરિક જીવનની શરૂઆત કરી પણ નિકાહ કર્યા બાદ તે પસ્તાઇ. યુવતીને પતિ અને સસારીયાઓ ઘણો ત્રાસ આપવામાં આવતો અને તેણે પાછી ખેંચેલી ફરિયાદ ફરી પતિ સહિત સાસરિયા વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી હતી. ફરિયાદ બાદ પોલીસે પરણિતાના પતિ અને સસરાની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મુસ્લિમ યુવકે ખ્રિસ્તી હોવાનું કહી હિન્દુ યુવતી સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યા હતા અને તેની સાથે નિકાહ પઢ્યા હતા.

સમીર અબ્દુલ કુરેશી જે વડોદરામાં રહે છે તેણે પીડિતાને પોતાનું ખ્રિસ્તી નામ માર્ટિન સેમ જણાવ્યુ હતુ અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેણે મિત્રતા કરી હતી અને લગ્ન પણ કર્યા હતા. લગ્ન બાદ પતિ સમીર અને તેના પરિવારજનો દ્વારા યુવતિને ઘણો ત્રાસ આપવામાં આવતો હતો. છેલ્લા કેટલાંક દિવસથી યુવતીને તેના પિયર પણ મોકલી દીધી હતી. જો કે, પિયરમાં ગયા બાદ યુવતીને પેટમાં દુખાવો થતાં પરિવારજનો હોસ્પિટલ લઇ ગયા અને તેનો ગર્ભપાત કરાવવાની ફરજ પડી. યુવતી સાથે આવેલા પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, સસરાએ પેટમાં લાતો મારી હોવાથી યુવતીને ગર્ભપાત કરાવવાની ફરજ પડી છે. જે બાદ આ મામલે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી.

ફરિયાદના આધારે પોલીસે પતિ સમીર કુરેશી અને સસરા અબ્દુલ કુરેશીની ધરપકડ કરી છે. પીડિતા દ્વારા સસરા દ્વારા પેટમાં લાતો મારવાથી ગર્ભપાત થયો હોવાનો જે આક્ષેપ મુક્યો છે. તે અંગે તબીબી અભિપ્રાય મંગાવવામાં આવ્યો છે. તબીબી અભિપ્રાય આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.સમીર કુરેશીએ યુવતિને જણાવ્યુ કે તે તેની સાથે લગ્ન કરશે, અને વિશ્વાસ કેળવીને યુવતી સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા. તે બાદ તેણે યુવતી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું.

તેણે યુવતીની જાણબહાર નગ્ન ફોટા પાડી લીધા અને તેને સો.મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન યુવતી બે વખત ગર્ભવતી થઇ જતા તેનો મરજી વિરુદ્ધ ગર્ભપાત પણ કરાવ્યો હતો. જે બાદ પહેલા બે માસનો અને પછી પાંચ માસનો ગર્ભ રહી જતાં ફરી યુવતીની મરજી વિરુદ્ધ ડોક્ટર પાસે જઇ ગર્ભપાત કરાવ્યો હતો. આ ઘટના બાદ યુવકે યુવતીને કલ્યાણનગર ગોસિયા મસ્જિદ ખાતે લઇ જઇ યુવતીનું હિન્દુ નામ રાખવાને બદલે તેનું નામ રાખી બળજબરીપૂર્વક નિકાહ પઢ્યા અને તેનું ધર્મપરિવર્તન કરાવ્યું.

તે બાદ તેને જબરદસ્તી ધર્મ પાળવા માટે દબાણ કર્યુ અને યુવતિના માતા-પિતાને જાતિવિષયક ગાળો આપી તેની સાથે મેરેજ રજિસ્ટર્ડ કરાવ્યા. જો કે, આટલું જ નહિ, પણ સાસરીમાં રહેવા ગયેલી યુવતીને માર માર્યો અને કહ્યુ કે, તું અમારા માટે બની જ નથી. જણાવી દઇએ કે, ગુજરાતમાં બીજા ધર્મના યુવાનો દ્વારા હિંદુ યુવતિઓને ફોસલાવીને ધર્માંતરણ કરવાના કિસ્સાઓમાં વધારો થતા કાયદો બનાવવાની માગ ઊઠી હતી અને આખરે રાજ્ય સરકારે ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ-2021નો કાયદો પણ ઘડ્યો હતો, જે 15 જૂનથી લાગુ કરવામાં આવ્યો હતો. નવો કાયદો લાગુ કર્યાના ત્રણ દિવસ બાદ વડોદરામાં લવ જેહાદનો પ્રથમ કેસ નોંધાયો હતો.

Shah Jina