ખબર

પિતાના તેરમાની વિધિ પતાવીને યુવતી વિધર્મી યુવક સાથે પાછી ચાલી ગઈ, વડોદરા લવ જેહાદ કેસમાં આવ્યો નવો વળાંક

વડોદરામાંથી સામે આવેલા લવ જેહાદના કેસમાં હાલ એક મોટો વળાંક આવ્યો છે. પોતાના પિતાના અવસાનના તેરમાંની વિધિ પતાવીને જ ફરી તે યુવતી એ વિધર્મી યુવક સાથે ભાગી ગઈ હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના નાગરવાડા વિસ્તારમાં રહેતી બ્રાહ્મણ યુવતીને મુસ્લિમ યુવકે ફસાવીને ધર્મપરિવર્તન કરી મુંબઈની અંદર નિકાહ કરી લીધા હતા. બાદમાં આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ઘણા હિન્દૂ સંગઠનો વિરોધ કરવા માટે રસ્તા ઉપર પણ ઉતરી આવ્યા હતા.

આ મામલે વડોદરાના સાંસદથી લઈને અનેક રાજકીય લોકોએ આ યુવતીને સમજવાનો પ્રયાસ કર્યો હતો. તો વિધર્મી યુવક સાથે ભાગીને લગ્ન કર્યા બાદ યુવતીના પિતા ભાંગી પડયા હતા. આ બાદ આ યુવતીના પિતાએ ખાવા-પીવાનું છોડી દીધું હતું. જેને લઈને તબિયત ખરાબ થવા લાગી હતી. પરિવારની સમજાવટ બાદ આ મામલો થાળે પડયો હતો. આ યુવતી ઘરે પરત ફરે તે પહેલા જ પિતાનું મોત નિપજતા ગમગીની ફેલાઈ ગઈ હતી. યુવતીના પિતા પથારીવશ હોવા છતાં દીકરીને ઘર પરત લઈને જ ઝંપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દીકરી વિધર્મી યુવક સાથે ભાગી જતા પિતા ખુબ જ દુઃખી હતા.

Image Source

ધર્મપરિવર્તન કરનાર યુવતીને રવિવારે તેના પિતાનું નિધન થયાની જાણ થતા જ પિતાના ઘરે પરત ફરી હતી અને પિતાના પાસે આક્રંદ કરતી નજરે ચડી હતી. આ યુવતી આખી રાત પિતાના દેહ પાસે બેસીને રડી હતી. હવે ફરીવાર પિતાના તેરમાંની વિધિ પૂર્ણ કરીને ફરી એજ વિધર્મી યુવક સાથે દીકરીના પલાયન થઈ જવાની ઘટનાની ચકચાર મચી ગયો છે.