પટેલની દીકરીને જયારે મમ્મીએ બુરખામાં જોઈ તો ધ્રુજી ઉઠી, જાણો પછી શું થયું
ગુજરાતમાં લવ જેહાદને લઈને કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. આ દરમિયાન ઘણા ચોંકાવનારા કિસ્સાઓ પણ સામે આવે છે. આવો જ એક કિસ્સો હાલ વડોદરામાંથી સામે આવ્યો છે. જેમાં એક પાટીદાર યુવતીને મોહીબ નામના મુસ્લિમ યુવકે પ્રેમ જાળમાં ફસાવી અને ધર્મ પરિવર્તન કરાવી દીધું હતું. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.) આ બાબતે ફતેગંજ પોલીસ મથકે પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે છાણી રોડ, સંતોકનગરમાં રહેતા મોહિબ પઠાણ તેના ભાઈ મોહસીન પઠાણ અને પિતા ઈમ્તિયાઝ પઠાણની ધરપકડ કરી હતી. તેમજ ધરપકડ બાદ કોર્ટ માં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
પીડિતાની માતાએ જયારે તેને બુરખામાં જોઈ ત્યારે તે ખુબ જ ગભરાઈ ગઈ હતી. દીકરીની આંખોમાં માતાને ડર દેખાઈ રહ્યો હતો. બળજબરીપૂર્વક લગ્ન કરી યુવતીને સગર્ભા બનાવી હોવાનો આરોપ યુવતીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત તેને ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે મોહીબ અશ્લીલ વિડીયો બતાવી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતો હતો. લગ્ન બાદ યુવતીનું નામ બદલાવી ‘માહિરા’ કર્યું હતું. લગ્ન બાદ જન્મેલા બાળકનું નામ પણ બદલાવ્યું. શારીરિક માનસિક ત્રાસ આપી દબાણ કરતાં ફરિયાદ નોંધાવી છે.
આ બાબતે પીડિતાની માતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે “પુત્રીએ મોહિબ સાથે લગ્ન કરી લીધાની જાણ થતાં મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 4 મહિના સુધી તો મને પુત્રીને મળવા દેવાઈ જ નહતી. પુત્રીને એક દિવસમાં 2 મિનિટ જ વાત કરવા દેવાતી હતી. મળવા આવે તો મોહિબ તેની સાથે જ રહેતો. મને જાણ થતી કે તેની પર અત્યાચાર થાય છે ત્યારે મને ઘણું દુઃખ થતું.” 6 મહિના પહેલા પણ વડોદરામાંથી જ વધુ એક આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો. 34 દિવસ બાદ પિતાના મૃત્યું પછી યુવક-યુવતી ફરીથી પલાયન થઈ ગયા હતા. અગાઉ આ કેસમાં બન્ને મુંબઈમાંથી ઝડપાયા હતા. ત્યારબાદ હિન્દુ યુવતીના પિતાએ આઘાતમાં ખાવા-પિવાનો ત્યાગ કરી દીધો હતો.
વડોદરામાં મેયરથી મોટી અનેક મોટા અગ્રણીઓએ યુવતીને સમજાવીને પાછી ઘેર લાવ્યા હતા, ત્યારબાદ થોડા સમય પછી યુવતીના પિતાનું મોત થયું હતું. દીકરી ભાગ્યાના 7માં દિવસે પિતાનું આઘાતથી મોત થયું હતું. ત્યારે ફરી એકવાર આજ યુવતી પલાયન થઈ જતા ચકચાર મચી ગઈ હતી. ત્યારબાદ એવું જાણવા મળી રહ્યું હતું કે પિતાના તેરમાની વિધિ પતાવીને હિન્દુ યુવતી ફરી યુવક સાથે ભાગી ગઇ હતી. જેના બાદ પોલીસ તેમની શોધમાં લાગી ગઈ હતી.
આ મામલે વડોદરાના સાંસદથી લઈને અનેક રાજકીય લોકોએ આ યુવતીને સમજવાનો પ્રયાસ કર્યો હતો. તો યુવક સાથે ભાગીને લગ્ન કર્યા બાદ યુવતીના પિતા ભાંગી પડયા હતા. આ બાદ આ યુવતીના પિતાએ ખાવા-પીવાનું છોડી દીધું હતું. જેને લઈને તબિયત ખરાબ થવા લાગી હતી. પરિવારની સમજાવટ બાદ આ મામલો થાળે પડયો હતો. આ યુવતી ઘરે પરત ફરે તે પહેલા જ પિતાનું મોત નિપજતા ગમગીની ફેલાઈ ગઈ હતી. યુવતીના પિતા પથારીવશ હોવા છતાં દીકરીને ઘર પરત લઈને જ ઝંપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દીકરી યુવક સાથે ભાગી જતા પિતા ખુબ જ દુઃખી હતા.ધર્મપરિવર્તન કરનાર યુવતીને રવિવારે તેના પિતાનું નિધન થયાની જાણ થતા જ પિતાના ઘરે પરત ફરી હતી અને પિતાના પાસે આક્રંદ કરતી નજરે ચડી હતી. આ યુવતી આખી રાત પિતાના દેહ પાસે બેસીને રડી હતી. ત્યારબાદ ફરીવાર પિતાના તેરમાંની વિધિ પૂર્ણ કરીને ફરી એજ યુવક સાથે દીકરીના પલાયન થઈ જવાની ઘટનાથી મચી જવા પામી હતી.