19-20 દિવસથી ગુમ વડોદરાના જોશી પરિવારની ઘરવાપસી, પોલીસ સામે કર્યો સૌથી મોટો ખુલાસો

જોશી પરિવારની દર્દનાક દાસ્તાન સાંભળીને રૂવાટાં થશે ઉભા, આ પરિવાર ક્યાં ગયો હતો? જાણો બધું જ ક્લિક કરીને

વડોદરામાંથી લગભગ 19-20 દિવસ પહેલા એક જોશી પરિવાર ગુમ થઇ ગયો હતો, જેઓના ઘરમાંથી એક 10 પાનની અને બીજી 3 પાનાંની એમ બે ચિઠ્ઠી મળી આવી હતી. આ જોશી પરિવાર ડભોઇ રોડ પર આવેલા કપુરાઇ ચાર રસ્તા પાસે કાન્હા આઈકોનમાં રહેતો હતો. પરિવારના મોભી એવા રાહુલ જોશી મૂળ ભાવનગરના દુધાળાના વતની હતા, અને તેઓ વડોદરામાં તેમની પત્ની નીતાબેન, દીકરા પાર્થ અને દીકરી પરીબેન સાથે રહેતા હતા. તેઓ એક હંગામી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને ટ્યુશન પણ કરાવતા. (તમામ તસવીરો સૌજન્ય : ન્યુઝ18 ગુજરાતી)

ત્યારે છેલ્લા 19 દિવસથી ગુમ શિક્ષક પરિવાર હવે પરત ફરી ગયો છે અને જેને લઇને પોલિસે પણ હાશકારો અનુભવ્યો છે. આ પરિવાર ક્યાં ગયો હતો ? અને ચિટ્ઠીમાં ઉલ્લેખ કરાયેલા લોકો કોણ છે ? તે અંગે પોલીસે પરિવારની પૂછપરછ હાથ ધરી છે. પરિવારની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. સહી સલામત પરત ફરેલા દંપતિનું નિવેદન પણ હાલ સામે આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યુ કે, આત્મહત્યા કરવાના ઇરાદે તેઓ ગયા હતા.

પરંતુ સંતાનોએ તેમને સમજાવ્યા અને તે બાદ તેઓ પરત ફર્યા હતા. દંપતિ રાહુલ જોશી અને નીતા જોશી અનુસાર, અલ્પેશ મેવાડા કે જેણે પોતાને બેંકનો લોન એજન્ટ ગણાવ્યો હતો અને તેણે મકાન રી-ટ્રાન્સફર કરાવી આપવાનાં બહાને ટુકડે ટુકડે કરી 17 લાખ રૂપિયા પડાવ્યા હતા. જે પૈકી કેટલીક રકમનાં ચેક બાઉન્સ કરાવી અલ્પેશ મેવાડા વારંવાર પરિવારને જેલ કરાવવાની ધમકી પણ આપતો હતો.

મેવાડાનાં માનસિક ત્રાસથી કંટાળી પરિવારે સામુહિક આપઘાત કરવાનું વિચાર્યુ હતુ અને તેઓ ઘરેથી નીકળી ગયા હતા. જે બાદ 20 સપ્ટેમ્બરે ઘરેથી નિકળેલો પરિવાર હાલમાં પરત ફર્યો છે. પરિવારે અમદાવાદ તરફ આવી 20 દિવસ ફૂટપાથ પર વિતાવ્યાં હતાં. જોકે, બંને સંતાનોનાં ભવિષ્ય વિશે વિચારીને તેમને લાગ્યુ કે, આપઘાત એ ઉકેલ નથી. તેમના ગયાં પછી બાળકોનું શું થશે એ વિચારી તેઓ ભાંગી પડ્યા અને પરત ફર્યા.

બાળકોએ પેરેન્ટ્સને કહ્યું કે, તમે મરી જશો તો અમારું કોણ ? આપઘાત ન કરશો આપણે પરિસ્થિતિનો સામનો કરી લઇશું. જે બાદ બાળકોની ચિંતાને જોઇ તેમણે આપઘાત કરવાનું માંડી વાળ્યું હતુ. તેમના જણાવ્યા અનુસાર, અમને અલ્પેશ મેવાડાનાં ત્રાસમાંથી છુટકારો જોઇએ છે અને પોલીસ પાસે એ જ ન્યાયની આશા સાથે પાછા આવ્યાં છીએ.

Shah Jina