વડોદરા : પત્ની અને દીકરીને જાનથી મારી નાખ્યા એ પહેલા આરોપી પતિએ આ મોટું પગલું ભરેલું- જાણીને ઉંઘ ઉડી જશે

રાજયભરમાંથી છેલ્લા ઘણા સમયથી હત્યાના બનાવો વધતા જઇ રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા જ ગાંધીનગરના પેથાપુર ગૌશાળા આગળ એક બાળકને તરછોડી દેનાર પિતાએ તેની માતાની હત્યા કરી દીધી હતી. આ ચકચારી કેસ બાદ બીજો એક કેસ સામે આવ્યો હતો, જેમાં માતા અને પુત્રીની શંકાસ્પદ હાલતમાં મોત થઇ હતી, જેનો આરોપી મહિલાનો પતિ અને દીકરીનો પિતા હોવાનું હાલમાં જ ખુલ્યુ છે. ત્યારે હવે આ કેસ મામલે વધુ એક ખુલાસો થયો છે. જે ચોંકાવનારો છે.

આરોપી પતિએ પત્ની અને દીકરીને મોતને ઘાટ ઉતારી દેવા ગુગલ અને યુટયૂબ પર સર્ચ કર્યુ હતુ. જેમાં એવુ સર્ચ કરવામાં આવ્યુ હતુ કે હાઉ ટુ ગીવ ડેથ…રેટ કિલર વોટ ઇફેક્ટ ઓન મેન” પોઇઝન , ધ રેટ કિલર પોઇઝન..હાઉ ટુ કિલ અ મેન વિથ પીલો. ઉલ્લેખનીય છે કે પતિના અન્ય મહિલા સાથે આડા સંબંધ હતા તેની જાણ પત્નીને થઇ ગઇ હતી અને તે બાદ ઝઘડા થતા હતા જેને કારણે તેણે આ પગલુ ભર્યુ.

પોલિસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યુ હતુ કે તેણે બંનેને મોતને ઘાટ ઉતારતા પહેલા ગુગલ અને યૂટયૂબ પર સર્ચ કર્યુ હતુ. પોલિસ અનુસાર, પતિ-પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતા અને પતિ ઘર જમાઇ તરીકે મજબૂરીમાં રહેતો જેને કારણે તેનો અહમ ઘવાતો હતો. આ સાથે જ આરોપી કોઇ અન્ય મહિલા સાથે આડાસંબંધમાં હતો. જેની જાણ પત્ની શોભનાબેનને થઇ ગઇ હતી. જેને કારણે અવાર નવાર ઘરમાં કંકાસ થતો હતો.

પોલિસે આરોપીને સાથે રાખી ઘરે તપાસ કરી હતી અને આ તપાસ દરમિયાન છત પરથી પોલિસને ઉંદર મારવાની દવા મળી આવી હતી. તેમજ આ સાથે સાથે પોલિસે આસપાસ રહેતા પાડોશીઓને પૂછ્યુ તો તેમણે ઉંદરનો ત્રાસ હોવાનું પણ જણાવ્યુ હતુ. જેને કારણે પોલિસે આરોપી પતિની કડકાઇથી પૂછપરછ કરી હતી અને તે બાદ તે ભાંગી પડ્યો હતો અને ગુનો કબૂલ્યો હતો.

પોલિસે મંગળવારે મોડી રાત્રે પતિ અને પરિવારજનોની પૂછપરછ કરી હતી. જેમાં પતિ તેજસ પટેલ ભાંગી પડ્યો હતો અને પત્ની શોભના તથા પુત્રી કાવ્યાનું ગળું દબાવી હત્યા કર્યા બાદ ઉંદર મારવાની દવા પીવડાવી દીધી હોવાની કબૂલાત કરી લીધી હતી.

શું હતો મામલો 

વડોદરાના ન્યૂ સમા રોડ પર આવેલ ચંદનપાર્ક સોસાયટીમાં  36 વર્ષિય શોભનાબેન તેમના પતિ તેજસભાઇ પટેલ અને તેમની 6 વર્ષિય દીકરી કાવ્યા રહેતા હતા. શોભનાબેન અને કાવ્યા બંને લગભગ 10 ઓક્ટોબરના રોજ રાત્રે 12 વાગ્યા આસપાસ ગરબા રમીને ઘરે આવ્યા હતા અને ત્યારબાદ તેમની તબિયત બગડતા પતિ સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇને ગયો હતો, જયાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પોલિસને ઘટનાની જાણ થતા જ તેઓ દોડી ગયા હતા અને બંનેની લાશને સયાજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મકોલી આપી હતી. હવે પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જ તેમની મોતનું સાચુ કારણ ખબર પડશે. પોલિસ એમ માની રહી હતી કે, મહિલાના ગળાના ભાગે નિશાન હતા અને છોકરીને કંઇક લિક્વીડ પીવડાવવામાં આવ્યુ હતુ. શોભનાબેનના પતિ તેમને રાત્રે 2.30 વાગ્યે હોસ્પિટલ લઇને ગયા હતા.

Image source

એટલા માટે રાત્રે 12 વાગ્યાથી લઇને 2.30 વાગ્યાના સમયમાં કંઇક થયુ હોવાની પોલિસને શંકા હતી, જેને કારણે પોલિસે પતિ તેજસ પટેલની અટકાયત કરી હતી. મૃતકના પરિવારને આ વિશે જાણ થતા તેનો ભાઇ સયાજી હોસ્પિટલ આવી પહોંચ્યો હતો અને પોલિસે તેની બહેન, બનેવી અને ભાણી બધાની માહિતી લીધી હતી. મૃતકના ભાઇએ તેની બહેનની હત્યાની આશંકા જતાવી હતી. ત્યારે આ બાબતે પોલિસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના જ દિવસોમાં આરોપી પતિનો પર્દાફાશ કરી દીધો હતો. મહિલાના પતિએ જ તેની પત્ની અને દીકરીની હત્યા કરી દીધી હતી.

Shah Jina