વડોદરામાં લવ જેહાદની હચમચાવી દે તેવી ઘટના ! યુવતિને બ્લેડના 500 ઘા …જાણીને હ્રદય પણ કંપી ઉઠશે

સંસ્કારી નગરી વડોદરામાં યુવકે કરોડોપતિ બિલ્ડરની દીકરીને બ્લેડના 500 ઘા મારવા મજબૂર કરી- જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી લવ જેહાદના ઘણા મામલા પહેલા સામે આવી ચૂક્યા છે. ત્યારે હાલ લવ જેહાદનો ખૂબ જ હચમચાવી દે તેવો મામલો વડોદરામાંથી સામે આવ્યો છે. બિલ્ડરની દીકરીને યુવકે પ્રેમ જાળમાં ફસાવી અને તેને 500 જેટલી બ્લેડો મારવા માટે મજબૂર પણ કરી હતી. આ મામલે બિલ્ડર પિતાએ PMOમાં અરજી કરી હતી, જે બાદ ત્યાંથી તરત તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. 250 કરોડની સંપત્તિનો માલિક હોવાનું કહી સેલવિન પાઉલ પરમારે એક યુવતિને ફસાવી હતી અને તેની સાથે કોર્ટ મેરેજ કરી તેને 500થી વધુ બ્લેડ મારવા મજબૂર પણ કરી હતી. આ મામલો ગયા વર્ષે બહાર આવ્યો હતો, તે બાદ પરિવારે SHE ટીમની મદદ પણ લીધી હતી.

SHE ટીમની સાથે આવેલ નોયલ વિનોદ સોલંકી નામના કોન્સ્ટેબલે યુવતિના પિતા પાસેથી 5000 રૂપિયા પડાવ્યા હતા. છાણી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સંજયકુમાર પણ રૂપિયા લેવા સાથે ગયો હતો. ત્યારે આ અંગે યુવતીના પિતાએ પીએમઓમાં અરજી કરી હતી. જે બાદ ત્યાંથી તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. 4 સપ્ટેમ્બર 2021ના રોજ પીડિતાના પિતાએ PMOમાં ફરિયાદ કરી હતી અને તેના બીજા જ દિવસે PMOમાંથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. PMOમાંથી આદેશ આવ્યા બાદ વડોદરા પોલીસે 22 જૂનના રોજ નોયલ સોલંકી અને છાણી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સંજયકુમારને સસ્પેન્ડ કર્યા હતા.

ઘટનાની વિગત જોઇએ તો, વડોદરાની 23 વર્ષીય યુવતી સેલ્વિન પાઉલ પરમારના સંપર્કમાં આવી હતી. બે વર્ષ પહેલા તે બંનેનો પરિચય થયો અને તે બાદ યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી અને ધોરણ 10 પાસ સેલ્વિને યુવતીને લગ્ન કરવા દબાણ કર્યુ. તેણે યુવતીને બ્લેકમેલ પણ કરવાનું શરૂ કર્યું. જે બાદ તેણે બંને વચ્ચેના અંગત પળોના વીડિયો બતાવીને યુવતિને ધમકી પણ આપી. તે બાદ યુવતિ આઘાતમાં સરી પડી અને તેણે યુવકથી છૂટકારો મેળવવા પોતાના શરીર પર બ્લેડના અનેક ઘા માર્યા.

Image source

યુવતિએ ઘણો વિશ્વાસ રાખી અંગત પળની વીડિયો ક્લીપ યુવકને આપી હતી. પંરતુ આરોપીએ તેનો દુરુપયોગ કર્યો અને તેને જ લઇને તે યુવતીને બ્લેકમેઇલિંગ કરવા લાગ્યો. આરોપીએ યુવતિને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ફોસલાવી અને આણંદ ભગાડી લઈ ગયો. જે બાદ બંનેએ ચર્ચમાં લગ્ન પણ કર્યા.આરોપીએ પીડિતાને બ્લેડના ઘા મારવા મજબૂર કરી હતી. પરિવારે આ બાબતે કહ્યુ કે, યુવક યુવતીને 1 જ મિનિટમાં બ્લેડથી 40થી 45 કાપા મારવાનું કહેતો અને પછી તેના ફોટા સોશિયલ મીડિયા પર મંગાવીને આનંદ લેતો.

Image source

દીકરી જોડે રોજ મારઝૂડ થતી હોવાની જાણ થતા જ પરિવાર તેને ઘરે લઇ આવ્યો અને છાણી પોલિસમથકમાં ફરિયાદ નોંધાવી. તે બાદ પોલીસે સેલ્વિન પાઉલ પરમાર, શ્વેતા પાઉલ પમાર અને પાઉલ પમાર સામે ગુનો નોંધ્યો અને સેલ્વિન પરમારની અટકાયત કરી. આ ઘટના બાદ બિલ્ડર પિતાએ તેમની દીકરીને વિદેશમાં મોકલી દીધી છે. યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા પછી યુવક સો.મીડિયા દ્વારા તેના સતત સંપર્કમાં રહેતો અને યુવતીના પરિવારે મોબાઇલ ચેક કરતાં યુવક સાથેની ચેટ પણ તેમને મળી આવી હતી. પીડિત યુવતિના પિતાએ કહ્યુ કે, અમે અમારી દીકરીને કયારેય હાથ પણ લગાવ્યો ન હતો અને તે નરાધમે તેની જોડે શરીર પર બ્લેડ વડે 500 જેટલા ઘા મરાવ્યા.

Shah Jina