ગુજરાતમાંથી અવાર નવાર આગના કિસ્સા સામે આવે છે, ત્યારે ફરી એકવાર વડોદરામાંથી આગનો મામલો સામે આવ્યો, સમા સાવલી રોડ પર આવેલ સિદ્ધાર્થ એલેક્ષી કોમ્પલેક્ષના પહેલા માળે વહેલી સવારે અગમ્ય કારણોસર આગ લાગતા કોમ્પલેક્ષમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના ફાયર લાશ્કરો દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.
ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સમા સાવલી રોડ પર આવેલ સિદ્ધાર્થ એલેક્ષી કોમ્પલેક્ષના પહેલા માળે એક પિત્ઝા રેસ્ટોરાંમાં આગ લાગી હતી. જેને પગલે કોમ્પલેક્સના દુકાનદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને પગલે દુકાનદારો કોમ્પ્લેક્સની બહાર દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતાં ફાયર ફાઇટરો પણ દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.
હાલ તો આગ લાગવાનું કારણ અંકબંધ છે. જો કે ફાયર વિભાગ દ્વારા તપાસમાં રેસ્ટોરન્ટમાં ફાયર સેફટીના સાધનો અને આપત્કાલિન એકઝીટ દરવાજો ન હોવાનું સામે આવ્યું હતું.