ખબર

વડોદરામાં પૂરની સ્થિતિમાં વાસુદેવ જેવા દ્રશ્યો સર્જાયા, પ્લાસ્ટિકના ટબમાં બાળકને મૂકીને લઇ જતા દેખાયા

વડોદરા શહેરમાં 24 કલાકમાં 20 ઈંચ જેટલા પડેલા વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા અને લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા આ વિસ્તારો સંપર્કવિહોણા બની ગયા છે. ત્યારે NDRFની ટિમ પહોંચી છે, પણ આભ ફાટ્યું હોય એવા ભારે વરસાદને કારણે શહેરની સ્થિતિ જળબંબાકાર છે. સ્થાનિક લોકોના જીવ જોખમમાં મુકાયા છે.

ત્યારે વડોદરાથી એક એવી તસ્વીર સામે આવી છે કે જેને જોઈને દરેકનું કાળજું કપાઈ જશે. એક ભાઈ બાળકને બચાવવા માટે વાસુદેવ બની ગયા હતા. આ તસ્વીરમાં દેખાઈ રહ્યું છે કે દોઢ મહિના એક બાળકને આ ભાઈએ પ્લાસ્ટિકના ટબમાં મૂક્યું અને

માથા પર ઉઠાવીને આ ધસમસતા પાણીમાંથી રસ્તો કાઢ્યો. આ ભાઈ બાળકને કોઈ સલામત સ્થળે લઇ જતા જોવા મળ્યા હતા. જો કે આ ભાઈએ આ માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

આ દ્રશ્ય જોઈને લગભગ દરેકના મનમાં કૃષ્ણ જન્મનો પ્રસંગ તાજો થઇ ગયો હશે. વરસાદ બંધ થઇ ગયો છે પણ શહેરમાંથી ભરાયેલા પાણી હજુ સુધી ઉતર્યા નથી.

જેના કારણે શહેરના ઘણા વિસ્તારોની સ્થિતિની તો કલ્પના પણ કરી શકાય એમ નથી. NDRFની ટિમ બોટ લઈને બચાવ કામગીરી કરી રહી છે, અને લોકોને સુરક્ષિત સ્થાન પર લઇ જવામાં આવી રહયા છે.

Image Source

ત્યારે ભારે વરસાદ બાદ આજે શહેરની તમામ શાળાઓ અને કોલેજો તથા મોટાભાગની ઓફિસો પણ બંધ રાખવામાં આવી છે. નગરપાલિકા દ્વારા પાણીનો નિકાલ કરવાની અને શહેરમાં સાફસફાઈ કરવાની કામગીરી પણ શરુ કરી દેવામાં આવી છે.

વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક વધી જતા હવે નદીનું જળસ્તર પણ બધી ગયું છે. આ કારણે અમદાવાદ-વડોદરા વચ્ચે દોડતી મેમુ ટ્રેનો પણ રદ કરી દેવામાં આવી છે. જોકે, વરસાદ બંધ થતા હવે સ્થિતિ ધીરે-ધીરે સાામાન્ય થઈ રહી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks