ખબર

સાચે ગુજરાત બીજુ બિહાર બની રહ્યું છે ? વડોદરામાં પ્રેમ કરનાર યુવકને એવી રીતે આપી સજા કે તમે પણ જોઈને રાડ પોકારી ઉઠસો, યુવકનું મોત

પ્રેમ કરવો એ કોઈ ગુન્હો નથી, છતાં પણ આપણા દેશની અંદર ઘણી જગ્યાઓ એવી છે જ્યાં આજે પણ પ્રેમને ગુન્હાની નજરથી જોવામાં આવે છે, દેશની વાત તો દૂર રહી પરંતુ ગુજરાતમાં પણ ઘણા સમાજ એવા છે જે પ્રેમને નફરતની નજરથી જોતા હોય છે, થોડા દિવસ પહેલા જ પ્રેમ કરનાર એક યુવતીને તાલિબાની સજા આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, ત્યારે હવે વધુ એક યુવકને પ્રેમ કરવાની સજામાં મોત મળ્યું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના ચોકારી ગામે  પ્રેમ પ્રકરણમા યુવકને તાલિબાની સજા આપવામાં આવી હતી. જેમાં યુવકનું મોત થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીના પરિવારજનો યુવકનું તેના જ ઘરેથી અપહરણ કરી લઇ ગયા હતા, જેના બાદ તેને સાડી પહેરાવી ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોર માર માર્યો હતો.

યુવકને પ્રેમની સજા આપતો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે આરોપીઓએ યુવકને સાડી પણ પહેરાવીને ગુપ્ત ભાગે લાતો મારી રહ્યા છે.  મૃતક યુવાનની બહેને જણાવ્યું હતું કે, મારા ભાઇને ઢસડીને લઇ ગયા અને મારા ભાઇને મારી નાખવાની વાતો કરતા હતા. મને પણ માર માર્યો હતો. જેથી ચક્કર આવતા હું પડી હતી. મારા ભાઇની આ લોકોએ હત્યા કરી છે. મારા ભાઇને જેમ મારી નાખ્યો તેમ આરોપીઓને ફાંસીની સજા થવી જોઇએ.

આ દુઃખદ ઘટનામાં 20 વર્ષીય યુવક જયેશ રાવળનું મોત થયું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થવાની સાથે જ પોલીસ પણ દોડતી થઇ ગઈ હતી. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આરોપી કિરણ, મોહન, રમેશ અને કાળીદાસ માળી સામે હત્યા અને અપહરણનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. મૃતકના ભાઈએ પણ તેના ભાઈને ન્યાય મળે તે માટે અપીલ કરી છે.

હાલ ગામમાં શાંતિ ન ડહોળાય એ માટે પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આરોપીઓ સામે હત્યા, અપહરણ, માર મારવાની કલમ સાથે ગુનો દાખલ કર્યો છે. કોઇને પણ કોઈ વ્યક્તિને મારવાનો કે હત્યા કરવાનો અધિકાર નથી. આ પહેલા પણ ગુજરાતમાંથી એવી કેટલીક ઘટનાઓ સામે આવી છે જે ઈશારો કરી રહી છે કે ગુજરાત હવે બીજી બિહાર બનવા તરફ જઈ રહ્યું છે ?