ખબર

વડોદરાની શ્રીજી હોસ્પિટલમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા દર્દીના પરિવારજનોએ મચાવ્યો હોબાળો, વીડિયોમાં કહ્યુ, હોસ્પિટલને બંધ કરો

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા વૃદ્ધાનું મોત નિપજતા બુધવારે મોડી રાત્રે પરિવારજનોએ હોબાળો કર્યો છે. તબીબની બેદરકારીથી મોત થયું હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે.

બુધવારે મોડી રાત્રે પરિવારજનોએ તબીબી નિષ્કાળજીના આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો. માંજલપુરના 60 વર્ષના ગજરાબેન બારીયા કોવિડની સારવાર લઈ રહ્યા હતા. તે એક સપ્તાહથી સારવાર હેઠળ હતા. .

બુધવારે રાતે તેમનુ એકાએક મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલ ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ કાળજી ન રાખી હોવાના આક્ષેપ કરી જણાવ્યું હતું કે, બુધવારે સાંજે વાતચીત થઈ ત્યારે તેઓ સ્વસ્થ હતા. અગાઉ વેન્ટિલેટર પર હતા, પરંતુ, ત્યારબાદ તે સ્વસ્થ થયા હતા અને નોર્મલ હતા.

ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને મામલો થાળે પાડવાના પ્રયાસો શરૂ કર્યાં હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મારા ભાઇ પીપીઇ કીટ પહેરીને હોસ્પિટલની અંદર ગયા તો, વેન્ટિલેટર ચાલુ હતું. પણ મારી મા મરી ગયેલી હતી. આ લોકો જુઠ્ઠુ બોલ્યા, મારી મમ્મીને આ લોકોએ ક્યારની મારી નાખી હશે, અને હવે ફોન કરીને કરે છે કે, વેન્ટિલેટર પર છે. રૂપિયા લઇને કોઇ બચાવતુ નથી. આ હોસ્પિટલને બંધ કરાવી દો. દર્દીને મારી નાખે છે. આ લોકો સારવાર કરતા નથી. કોઇ ડોક્ટર હાજર હોતા નથી. નીતિન પટેલ સાહેબ તમે જે કાયદો કાઢ્યો છે જે મફતના રૂપિયા લે છે તેની સામે કેસ કરો. મે કેસ કર્યો છે. નીતિન પટેલ સુધી આ વીડિયો પહોંચાડો. આ હોસ્પિટલને બંધ કરાવી દો.

સૌજન્ય આભાર : દિવ્ય ભાસ્કર