વડોદરામાં મોટી પોસ્ટ પર કામ કરતા યુવાને રાતે મિત્રો સાથે પાર્ટી કરી, સવારે ઉઠ્યો જ નહીં, રિપોર્ટમાં થયો ધડાકો

વડોદરામાં નિવૃત્ત આર્મીમેનના એકના એક દીકરાએ મિત્રો સાથે રાત્રે પાર્ટી કરી, સવારે લાશ મળી- જાણો સમગ્ર વિગત

ગુજરાતમાંથી ઘણીવાક રહસ્યમય મોતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે વડોદરામાંથી હાલ એક રહસ્યમય મોતનો એવો કિસ્સો સામે આવ્યો છે, જે સાંભળી તમે ચોંકી ઉઠશો. ન્યૂ સમા રોડ પર રાધાકૃષ્ણ ફ્લેટમાં એક યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યુ હતુ. હાલ તો આ બાબતે પ્રાથમિક વિગત એવી છે કે, આ યુવાનનું મોત કેફી પદાર્થના ઓવરડોઝના કારણે થયું છે. આર્મીના નિવૃત્ત અધિકારીના 31 વર્ષિય પુત્ર વિવેક અશોકકુમાર કરણ જે અમદાવાદની ખાનગી કંપનીમાં એચઆર હેડ તરીકે કામ કરતો હતો તેનું રાધાકૃષ્ણ ફ્લેટમાં રહસ્યમય રીતે મોત થયુ હતુ. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકના શરીરમાં નશાકારક દ્રવ્ય, ઝેરી પ્રવાહી અને Drg ની હાજરી મળી આવી હતી.

આ બાબતે હાલ તો સમા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દીકરાના મોતના સમાચાર મળતા માતા પિતા ઘણા તૂટી ગયા હતા અને પગ નીચેથી જમીન પણ ખસી ગઇ હતી. ઘટનાની વિગત જોઇએ તો, વડોદરાના સમામાં એ-26, લક્ષ્મીકુંજ સોસાયટીમાં રહેતા અશોકભાઇ નિવૃત્ત લશ્કરી જવાન છે. તેમનો એકનો એક દીકરો વિવેક બે દિવસ પહેલા જ વડોદરા આવ્યો હતો અને મોડી રાત્રે 10 વાગ્યા આસપાસ સમા ચાણક્ય પુરી સોસાયટી પાસે આવેલ 203 રાધેકૃષ્ણ ફ્લેટમાં તે ગયો હતો. આ દરમિયાન જ તેનું રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ રૂમમાં રહેતી નેહા નામની યુવતીએ પોલીસ કંટ્રોલમાં કરી હતી.

જે બાદ પોલિસે તાત્કાલિકે દોડી આવી લાશનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.ઘટનાની જાણ મૃતકના માતા-પિતાને કરવામાં આવતા માતા-પિતા તેમજ અન્ય પરિવારજનોને દોડી આવ્યા હતા અને માતા-પિતાના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. રૂમની પાછળના ભાગે આવેલા પતરાંના શેડ પર Drg લેવાની સીરીંજ અને ઉંઘની ગોળીઓ જેવી શંકાસ્પદ ચિજવસ્તુઓ મળી આવી હોવાનું પોલિસે જણાવ્યુ હતુ.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે આ રૂમમાં મિત્રો ભેગા થતાં અને દારૂ તેમજ Drgની પાર્ટીઓ કરતા. વિવેક મોડી રાત્રે કેફી પીણાનો નશો કરીને રાધેકૃષ્ણ ફ્લેટમાં રહેતા તેના મિત્રોને મળવા માટે ગયો ત્યારે તેણે નશામાં ભારે હોબાળો પણ મચાવ્યો હતો. આ દરમિયાન સવારે તેના મોતનો મેસેજ પોલીસ કંટ્રોલમાં મળ્યો હતો. પોલીસે હાલ ફ્લેટને સીલ કરી દીધો છે. એફ.એસ.એલ.ની મદદથી ફ્લેટની તપાસ કરાવવામાં આવશે. જે પણ ઇન્જેક્શન પણ મળી આવ્યા તેને કબજે લઇ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

પોલીસે ફ્લેટમાં રહેતા અન્ય રહીશો તેમજ ફ્લેટમાં હાજર રહેલા ત્રણ વ્યક્તિઓના સંપર્કમાં રહેતી વ્યક્તિઓની પણ પૂછપરછ હાથ ધરી હતી. મૃતકે બેંગ્લોરથી એમ.બી.એ.નો અભ્યાસ કર્યો હતો. બેંગ્લોરમાં થોડા સમય નોકરી કરી તેણે અમદાવાદની ખાનગી કંપનીમાં એચ.આર તરીકે નોકરી કરતો હતો. શનિવાર અને રવિવારની રજા હોવાને કારણે તે ઘરે આવતો હતો.

Shah Jina